મહા વાવાઝોડાને પગલે વેરાવળ અને દીવમાં દરિયો તોફાને ચડ્યો

દીવમાં મહા વાવાઝોડાની અસર વધતી જોવા મળી રહી છે. ત્યારે પવનની ગતિમાં વધારો થયો છે, સાથે સાથે ભારે વરસાદી ઝાપટા પણ શરૂ થઇ ગયા છે. કિનારે લાંગરાઈ બોટને વધુ મજબૂતાઈથી બાંધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. પરિસ્થિતિ સુધરતા તમામ રાબેતા મુજબ થઈ જશે. 1500 લોકોનું સ્થળાન્તર કરવામાં આવ્યું છે. Ndrfની 5 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

Trending news