ભરૂચ શહેરની વચ્ચોવચ ખુલ્લેઆમ વેચાતો વીડિયો થયો વાયરલ

ભરૂચમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા ઉડ્યા છે. શહેરની વચ્ચે ખુલ્લેઆમ વેચાતો દારૂનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો શહેરના ઈન્દિરાનગર વિસ્તારનો હોવાનું અનુમાન છે. 24 કલાકના ગાળામાં કચ્છ અને સુરતમાં પણ દારૂબંધીના લીરેલીરા ઉડાવતા વીડિયો સામે આવ્યા હતા. ગઈકાલે કચ્છમાં દારૂની રેલમછેલ ઉડતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો સુરતમાં 29 લીપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 નબીરાઓ ઝડપાયા હતા. એક બાદ એક થતા દારૂના વાયરલ વીડિયોએ પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

Trending news