હોર્ન મારીને અડધી રાત્રે જંગલમાં કરાઈ 3 સિંહોની પજવણી, Video Viral

રજની કોટેચા/ઊના : ગીરમાં સિંહોની લટારની જેમ હવે સિંહોની પજવણીની વીડિયો પણ વાઈરલ થઈ રહ્યાં છે. જેથી સામે આવી રહ્યું છે કે, ગીરના સિંહોની પજવણી કેવી રીતે થઈ રહી છે. ત્યારે ઊના વિસ્તારમાં સિંહોની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઉનાના ઉમેજ ગામ નજીક રોડ પર સિંહની લટારનો વીડિયો સામે આવ્યો છે, જેમાં અંતે વીડિયો લેનારા હોર્ન મારીને સિંહને પજવી રહ્યા છે તે પણ દેખાઈ રહ્યું છે.

Trending news