કચ્છ: નખત્રાણા અને નલિયાને જોડતા મુખ્ય માર્ગનું થયું ધોવાણ

કચ્છમાં બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.ત્યારે બીજી તરફ અનેક જગ્યાએે રોડ રસ્તાનું ધોવાણ થયું છે.ત્યારે નખત્રાણામાં સતત વરસી રહેલા વરસાદથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.નખત્રાણા અને નલિયાને જોડતો મુખ્ય માર્ગનું ધોવાણ થયું છે.જેને કારણે સાત ગામનો સંપર્ક તૂટ્યો છે.રસ્તાનું ધોવાણ થતા જ ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે રસ્તો ધોવાયાની જાણ થતા જ RNBના અધિકારી સ્થળ પર પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું.

Trending news