ગિર સોમનાથમાં વાવાઝોડાની અસર, 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાયો
ગીર સોમનાથમાં વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારા વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં બદલાવ આવતા 40 કિ.મીથી વધુ ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. માછીમાર ખેડૂત અને પર્યટન ત્રણેય ક્ષેત્રમાં અસર જોવા મળી રહી છે. 2 મહિનામાં 3 વાર માછીમારો કાંઠે પરત આવ્યા છે. વરસાદ અને પવનના પગલે ખેડૂતોને પારાવાર નુકસાની થઇ શકે છે.