કડાણા ડેમના 8 દરવાજા ખોલાયા, નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

મહિસાગરના કડાણા ડેમની સપાટીમાં વધારો થયો. તે ભયજનક સપાટીથી માત્ર 2 ફુટ દુર જ રહેતા ડેમના 8 દરવાજા 6 ફુટ જેટલા ખોલાયા છે. 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. 417.10 ફુટ જેટલા લેવલે પાણી પહોંચ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમમાં હજી પણ પાણીની આવક સતત ચાલુ છે.

Trending news