ગુજરાત માટે લાલબત્તી સમાન video, અનુસૂચિત જાતિની બાળાઓ સાથે કરાયો ભેદભાવ
રાજકોટના ઉપલેટામાં રાજમોતી પ્રાથમિક શાળામાં અનુસૂચિત જાતિની બાળાઓ સામે કેવો ભેદભાવ કરાય છે, તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બાળાઓ પોતે અનુસૂચિત જાતિની હોવાના કારણે શાળાના 3 શિક્ષકો કેવી રીતે તેમનું વારંવાર અપમાન કરે છે તે વર્ણવી રહી છે. અનુસૂચિત જાતિના આગેવાન સમક્ષ શિક્ષકના આ ક્રુર વર્ણનની જુબાની સાંભળીને તમે પણ ડઘાઇ જશો. શિક્ષકો સમાજમાં ક્રાંતિ લાવે છે, પણ રાજકોટના ઉપલેટામાં શાળાના શિક્ષકોની હલકી માનસિકતા અને ઘોર ઉંચનીચને લઇને બાળકોના હૃદયને કેવી ઠેસ પહોંચે છે. તેનો આ વીડિયો સમાજ અને ગુજરાત માટે લાલબત્તી સમાન છે.