જાફરાબાદના વાંઢ ગામના રસ્તાઓ પર ભરાયું પાણી, જુઓ ગામડું જાગે છે

અમરેલીના જાફરાબાદના વાંઢ ગામના જાહેર રસ્તાઓમાં સતત પાણી ઢોળાય છે અને ચોમાસા વગર પણ રસ્તાઓ પાણી પાણી હોય છે. ગ્રામપંચાયત તરફથી પણ અહીં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગટરની પણ સારી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરાઈ છે. ગ્રામજનોને આ ભરાયેલા પાણીના કારણે સતત પરેશાની વેઠવાનો વારો આવતો હોવાની ફરિયાદ પણ તેમણે કરી છે. દર્શકમિત્ર અમે તમારી આ ફરિયાદ ઉપર અધિકારીઓ સુધી પહોંચાડવાનો ચોક્કસથી પ્રયાસ કરીશું.

Trending news