વડોદરામાં દુષ્કર્મ મામલે સામાજિક કાર્યકરોના ઉપવાસ

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના મામલામાં ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતાં સામાજિક કાર્યકર અતુલ ગામેચિએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. નવલખી દુષ્કર્મ મામલામાં આરોપીઓને પકડવા પોલીસે 22 ટીમો બનાવી છે. તમામ ટીમ છેલ્લા ત્રણ દિવસથી આરોપીઓને શોધવા રાત દિવસ એક કરી રહી છે. તેમ છતાં પોલીસને સફળતા મળી નથી. ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચિ સહિત ત્રણ લોકો ગાંધીનગર ગૃહની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. સગીરા સાથે દુષ્કર્મના આરોપી નહિ પકડાય ત્યાં સુધી સામાજિક કાર્યકરો ઉપવાસ પર બેસશે.

Trending news