રાજકોટમાં રાજતિલકની ભવ્ય તૈયારી, જુઓ રિપોર્ટ

રાજકોટના 17મા રાજવી તરીકે માંધાતાસિંહનું આજે રાજતિલક કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી રાજવી પરિવારના ઘરે નવા રાજવીના રાજતિલકને લઇને ધમધમાટ જોવા મળી રહ્યો હતો. આજે સવારથી જ રાજતિલકને લઇને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં માતૃકા પૂજન તેમજ અગ્નિ સ્થાપન કરવામાં આવશે. માંધાતાસિંહના રાજતિલકને લઇને અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે.

Trending news