બજેટ 2020: નીતિન પટેલે 3 નવી મેડિકલ કોલેજોની કરી જાહેરાત

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 935 કરોડની જોગવાઈ કરાઈ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11243 કરોડની જોગવાઈ કરાઈ. મુખ્યમંત્રી અમૃતમ માં અને મા વાત્સલ્ય યોજના માટે 1105 કરોડની જોગવાઈ કરાઈ. તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ૪૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં હજારની વસ્તી 1 અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવાની નવી જાહેરાત કરવામાં આવી છે.

Trending news