બનાસકાંઠામાં લાંચના ત્રણ કેસો, સુરતમાં અમર જ્વેલર્સમાં થયેલા ફાયરિંગ મામલે અપડેટ
બનાસકાંઠામાં બે લાંચિયા ACBના સકંજામાં. પાલનપુર શિપુ યોજનાનો કાર્યપાલક ઈજનેર વી.ટી. ચૌહાણ 15 હજારની લાંચ લેતો ઝડપાયો. પાલનપુર પોલીસ સ્ટેશનનો ASI રાજુ ચાવલા 30 હજારની લાંચ લેતો ઝડપાયો. આ ઉપરાંત થરાદના ચાંગડા ગામના સરપંચ પણ લાંચના મામલે સસ્પેન્ડ કરાયા છે. અન્ય સમાચારમાં સુરતના અમર જ્વેલર્સમાં થયેલા પાયરિંગ મામલે અપડેટ આવ્યાં છે. જ્યાં લૂંટ માટે નહીં પરંતુ ધમકાવવા માટે ફાયરિંગ કરાયું હોવાનું કહેવાય છે.