‘ઓપરેશન લૂંટ’: પેથોલોજી લેબ અને તબીબ વચ્ચેની સાઠગાંઠની ઓડિયો ક્લિપ વાયરલ

વડોદરામાં લેબ સંચાલક અને તબીબની ઓડિયો ક્લિપ વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે. પાદરાના વડુ ગામમાં આવેલી સ્વરા પેથોલોજી લેબના સંચાલકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. લેબમાં કામ કરતી મહિલા આરોપોને નકારી રહી છે. જાગૃતિ દરજી નામની મહિલા લેબમાં કંઈ પણ ખોટું કામ ન થતું હોવાનો દાવો કરી રહી છે. વડોદરામાં પણ ત્રણ જેટલી લેબ હોવાનું સ્વીકાર કરી રહી છે. આરોગ્ય વિભાગ તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે. લેબના મહિલા કર્મચારી તપાસ કરાવવા તૈયાર છે.

Trending news