નર્મદાઃ રાજપીપળા નજીક રુદ્રાક્ષ પેટ્રોલ પંપ પાસે અકસ્માત, જુઓ CCTV

નર્મદાના રાજપીપળા નજીક રુદ્રાક્ષ પેટ્રોલ પમ્પ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કારમા સવાર મહારાષ્ટ્રનો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતો હતો. હાઇવે પર બીજી ગાડી રોંગ સાઈડ પરથી અંદર આવતા ફૂલ ઝડપે આવતી ગાડીના ડ્રાઇવરે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં બે પુરુષ અને બે મહિલાઓ સહિત તેમની 10 વર્ષની એક દીકરી પણ હતી. કારમાં સવાર એક મહિલા અને એક પુરુષને ઇજા પહોચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Trending news