ગુજરાતમાં 1 મહિનામાં 150 ભૂકંપ આંચકા, જાણો ક્યાં જોવા મળી અસર
માવઠાં અને કરાનાં મારથી સ્તબ્ધ થયેલો કચ્છીઓ ગઈકાલે સમી સાંજે 7 વાગીને એક મિનિટના અંતરે ડચકાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.3 મેગ્નિટયૂડની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકાથી તેઓ ડરી ગયા હતા. ધરતી સહેજ ધ્રુજારી દર્શાવતાં 20 વર્ષ અગાઉના `કારીઘા' (જુના ઘાવ)તાજાં થઇ ગયા હતા અને સૌ કોઇ એકમેકની ખેર-ખબર પૂછતા થયા હતા. લગભગ અડધા કચ્છે આ ભૂકંપની ધ્રુજારી પશ્ચિમથી ભૂજ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં અનુભવી હતી. જોકે, સદનસીબે ક્યાંય કોઇ અમંગળ ઘટના ઘટી નથી કે નથી કોઇ નુકસાની થઈ. પરંતુ કેટલાક મકાનોની તિરાડ પડી હતી.