Paytm થી કટ થઇ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત

ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય તો ચિંતા વ્યાજબી છે. આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે પોતાના પૈસા પરત મેળવી શકીએ છીએ. 
Paytm થી કટ થઇ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત

નવી દિલ્હી: ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય તો ચિંતા વ્યાજબી છે. આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે પોતાના પૈસા પરત મેળવી શકીએ છીએ. 

એપ દ્વારા તાત્કાલિક ફરિયાદ કરવાની રીત
જો તમારા પેટીએમમાંથી પૈસા કપાઇ જાય છે અને તમે ઇચ્છો છો કે તેની ફરિયાદ તાત્કાલિક કરવામાં આવે તો આ સુવિધા પણ એપમાં જ છે. તમારા પેટીએમ એપ (Paytm App) પર સૌથી ઉપર ડાબી તરફ ત્રણ ડોટ્સ પર ક્લિક કરવું પડશે. અહીં 24*7 Help and Support માં જાવ. ત્યારબાદ તમે Get help with recent order દ્વારા અથવા કેટેગરી સિલેક્ટ કર્યા બાદ Order સિલેક્ટ કરો. પછી તમે તમારા બેંકમાંથી કપાયેલા પૈસા અને ફેલ ટ્રાંજેક્શન (Transaction)  વિશે ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ પર પેટીએમ દ્વારા કરવામાં આવેલા પ્રોસેસ વિશે પણ જાણવું સરળ છે. તેના માટે તમારે ફરીથી 24*7 Help and Support પર ક્લિક કરવું પડશે. અહીં તમને Your Recent Tickets બતાવશે. તેના પર ક્લિક કરીને તમારી ફરિયાદનું સ્ટેટ્સ જોઇ શકો છો.  

પેટીએમ કસ્ટમર કેર સાથે કરો વાત
ફેલ ટ્રાંજેક્શનની ફરિયાદની બીજી એક સરળ રીત પેટીએમ કસ્ટમર કેર (Paytm Customer Care) પણ છે. તમે પેટીએમના કસ્ટમર કેરના નંબર (બેંક, વોલેટ, પેમેન્ટ માટે - - 0120-4456456) પર પણ કોલ કરી શકે છે. પોતાની ફરિયાદની ડિટેલ પોતાની સાથે રાખો. એક્ઝિક્યૂટિવ સાથે વાતચીત થાય ત્યારે ફેલ ટ્રાંજેક્શનનું વિવરણ આપો. તમારી ફરિયાદ પર થઇ રહેલી કાર્યવાહી વિશે અહીંથી જાણી શકો છો. 

ઓમ્બડ્સમેન સાથે કરી શકાય ફરિયાદ
આ સાચી વાત છે કે ઘણીવાર ઓનલાઇન પેમેન્ટ એપ (Online Payment App) પણ તમારી ફરિયાદનું નિવારણ કરી શકતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પહેલાં જ આવા મામલા માટે નિયમ બનાવ્યા છે. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે સરકારે ઓમ્બડસમેનની જોગવાઇ કરી છે. એટલે કે પેમેન્ટ એપ દ્વારા સમાધાન નહી મળતાં તમે તમારી ફરિયાદ ઓમ્બડમેન પાસે લઇ જઇ શકો છો. એક જોગવાઇ છે કે જો ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી ફરિયાદોનું નિવારણ કરે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news