Redmi Y3 આ તારીખે થશે લોન્ચ, 32MP નો હશે સુપર સેલ્ફી કેમેરા

શાઓમી (Xiaomi)નો મોસ્ટ અવેટેડ Redmi Y3 ભારતીય બજારમાં 24 એપ્રિલના રોજ લોન્ચ થવાનો છે. Y સીરીઝના આ ફોનમાં હાઇ-રિઝોલ્યૂશન સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફીના ક્રેજને જોતાં રેડમીએ સેલ્ફી કેમેરાને સ્પેશિયલ ફીચર તરીકે ઉપયોગ કર્યો છે. લીક ટીઝના અનુસાર આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સુપર સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  
Redmi Y3 આ તારીખે થશે લોન્ચ, 32MP નો હશે સુપર સેલ્ફી કેમેરા

નવી દિલ્હી: શાઓમી (Xiaomi)નો મોસ્ટ અવેટેડ Redmi Y3 ભારતીય બજારમાં 24 એપ્રિલના રોજ લોન્ચ થવાનો છે. Y સીરીઝના આ ફોનમાં હાઇ-રિઝોલ્યૂશન સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફીના ક્રેજને જોતાં રેડમીએ સેલ્ફી કેમેરાને સ્પેશિયલ ફીચર તરીકે ઉપયોગ કર્યો છે. લીક ટીઝના અનુસાર આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સુપર સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  

આ એક વોટર ડ્રોપ નીચે સેલ્ફી કેમેરા હશે. મીડિયા રિપોર્ટ અનુસાર રેડમીએ હાઇ રિઝોલ્યૂવેશન માટે  ISOCELL Bright GD1 ઇમેજ સેંસરનો ઉપયોગ કર્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફોનમાં વધુ પાવરફૂલ બેટરી લાગેલી હશે. રિપોર્ટ અનુસાર આ ફોનમાં 4000 mAh ની બેટરી લાગેલી હશે. જોકે કંપની દ્વારા સ્પેસિફિકેશન્સને લઇને કોઇ પ્રકારની વિશેષ જાણકારી સામે આવી નથી. 

રિપોર્ટ અનુસાર આ ફોન MIUI 10 પર આધારિત હશે જે એંડ્રોઇડ Pie પર કામ કરશે. આ 802.11 b/g/n સ્ટાર્ડડ Wi-Fi ને સપોર્ટ કરશે. જાણકારી અનુસાર 24 એપ્રિલના બપોરે 12 વાગે લોન્ચિંગ ઇવેંટનું આયોજન કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news