જુઓ, બ્રાવોને કેપ પહેરાવતા શીખવી રહી છે જીવા ધોની

ધોનીની પુત્રી જીવા ચેન્નઈના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોને કેપ પહેરાવતા શીખવી રહી છે. હકીકતમાં બ્રાવોએ પોતાની કેપ ઉંધી વિયર કરી હતી, તો જીવાએ તેને ભાર આપીને કહ્યું આમ નહીં સીધી પહેરો.

જુઓ, બ્રાવોને કેપ પહેરાવતા શીખવી રહી છે જીવા ધોની

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ આઈપીએલની સીઝનમાં ફરી એકવાર ધમાલ મચાવી રહી છે. ટીમે અત્યાર સુધી પોતાના 8 મેચોમાં 7માં જીત મેળવી છે અને તે પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે. મેચ દરમિયાન મેદાન પર માહી ફેન્સનું ધ્યાન ખેંચે છે અને મેચ બાદ માહીની પુત્રી જીવા ધોની. 

રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યા બાદ ચેન્નઈ ટીમ મેદાન પર આરામની ક્ષણ પસાર કરી રહી હતી. આ વચ્ચે કેમેરામાં આ શાનદાર પળ કેદ કરવામાં આવી. અહીં ધોનીની પુત્રી જીવા ચેન્નઈના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોને કેપ પહેરાવતા શીખવી રહી છે. હકીકતમાં બ્રાવોએ પોતાની કેપ ઉંધી વિયર કરી હતી, તો જીવાએ તેને ભાર આપીને કહ્યું આમ નહીં સીધી પહેરો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આ વીડિયોને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. 

— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2019

મહત્વનું છે કે, ડ્વેન બ્રાવો સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે હાલમાં ક્રિકેટથી દૂર છે. ધોનીએ રવિવારે મેચ પહેલા જણાવ્યું હતું કે, તે ટીમમાં હોવાથી સુપર કિંગ્સની ટીમ વધુ સંતુલિત રહે છે અને તેથી ટીમ તેના ફિટ થવાની રાહ જોઈ રહી છે. 

રવિવારે સીએસકેની જીતમાં પહેલા ઇમરાન તાહિર (4/27)એ મહત્વની ભૂમિકા નિભાવી અને ત્યારબાદ 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈને સુરેશ રૈના (58) અને જાડેજા (31)એ મહત્વની ભૂમિકા ભજવીને ટીમને સીઝનનો 7મો વિજય અપાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news