Xiaomiએ લોન્ચ કર્યાં Mi 10, Mi 10 Pro, જાણો કિંમત અને ખાસિયત

ચીની સ્માર્ટફોન કંપની  Xiaomiએ Mi 10 અને Mi 10 Pro લોન્ચ કરી દીધા છે. હાલમાં તેને ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે.

Xiaomiએ લોન્ચ કર્યાં Mi 10, Mi 10 Pro, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની  Xiaomiએ Mi 10 અને Mi 10 Pro લોન્ચ કરી દીધા છે. હાલમાં તેને ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે. Mi 10 માં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ બંન્ને સ્માર્ટફોન Android 10 બેસ્ડ Xiaomiની કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. 

Xiaomi Mi 10ને ત્રણ વેરિએન્ટની સાથે રજૂ કર્યાં છે. બેસ વેરિએન્ટમાં 8 જીબી રેમની સાથે 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે, બીજા વેરિએન્ટમાં 8GB રેમની સાથે 256GBની મેમરી છે. જ્યારે Mi 10ના ટોપ વેરિએન્ટમાં 12 જીબી રેમની સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. 

Mi 10 Pro આ સિરીઝનું પ્રીમિયર વર્ઝન છે. Mi 10 Proના બેસ વેરિએન્ટમાં 8GB રેમની સાથે 256GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બીજા વેરિએન્ટમાં 8GB રેમની સાથે 256GBનું સ્ટોરેજ છે, જ્યારે ટોપ મોડલમાં 12જીબીની સાથે 512GBની મેમરી આપવામાં આવી છે. 

Mi fans, we're working hard to give you all first access to cutting edge smartphone technology in India.

Know what I mean?😉#Xiaomi ❤️️ pic.twitter.com/d6r9ngn9JE

— Manu Kumar Jain (@manukumarjain) February 13, 2020

Xiaomi Mi 10 સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ વાળી છે. કંપનીએ કહ્યું કે, તેનું ટચ સેમ્પલિંગ 180Hzનું છે. Mi 10 માં Qualcommનો ફ્લેગશિપ ચિપસેટ Snapdragon 865 આપવામાં આવ્યું છે. 

આ સ્માર્ટફોનમાં 4,780mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 30Wનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે. આ ફોન 10W રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. 

Xiaomi Mi 10માં ફોટોગ્રાફી માટે ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 108 મેગાપિક્સલનો છે, બીજો 13 મેગાપિક્સલનો છે અને બે લેન્સ 2-2 મેગાપિક્સલના છે. 

Xiaomi Mi 10 Pro સ્પેસિફિકેશન્સ
Mi 10 Proમાં 6.67 ઇંચની 90 Hz રિફ્રેશ વાળી AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 5જી સપોર્ટ કરે છે અને તેમાં પણ Qualcommનું લેટેસ્ટ ચિપસેટ Snapdragon 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

Mi 10 Proમાં ફોટોગ્રાફી માટે ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 108 મેગાપિક્સલનો છે, બીજો 20 મેગાપિક્સલનો છે. ત્રીજો લેન્ચ 12 અને ચોથો 8 મેગાપિક્સલનો છે. 

આ ફોનની બેટરી 4,500mAhની છે અને તેની સાથે 50W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. 

કિંમત
Xiaomi Mi 10ની શરૂઆતી કિંમત CNY 3,999 છે, જ્યારે તેના ટોપ મોડલની કિંમત  CNY 4,699 ની છે.

Xiaomi Mi 10 Proની શરૂઆતી કિંમત CNY 4,999 છે, જ્યારે તેના ટોપ મોડલની કિંમત CNY 5,999માં મળશે. 

ભારતમાં આ બે સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તેની હાલ કંપનીએ કોઈ જાણકારી આપી નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news