Mobile Market માં આવી રહ્યો છે સ્માર્ટફોનનો બાપ! મળશે અત્યાર સુધીનું સૌથી લેટેસ્ટ પ્રોસેસર અને ફાસ્ટ ચાર્જિંગ
Xiaomi 12માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવશે. આ સિવાય Xiaomi 12X સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે. Xiaomi 12માં કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં ફુલ HD+ AMOLED સ્ક્રિન મળી શકે. આ સાથે જ સ્ક્રિનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ મળશે. આ ફોનની ખાસ વાત એ છે કે કંપની પહેલીવાર આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 100Wનો ફાસ્ટ ચાર્ચિંગ સપોર્ટ આપશે.
Trending Photos
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે કંપનીએ પોતાના નવા ફોન વિશે કોઈ અધિકારીક માહિતી આપી નથી. પરંતુ અમે તમને નવા ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 12ના થોડા ફીચર્સ વિશે વિગત આપશું. લીક થયેલી માહિતી મુજબ કંપનીનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 12 12 ડિસેમ્બરના લોન્ચ થશે. રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragonનું લેટેસ્ટ 8 Gen 1 પ્રોસેસર મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોસેસર અત્યાર સુધીનું સૌથી 5G ફાસ્ટેસ્ટ પ્રોસેસર છે.
Xiaomi 12માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવશે. આ સિવાય Xiaomi 12X સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે. Xiaomi 12માં કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં ફુલ HD+ AMOLED સ્ક્રિન મળી શકે. આ સાથે જ સ્ક્રિનમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ મળશે. આ ફોનની ખાસ વાત એ છે કે કંપની પહેલીવાર આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 100Wનો ફાસ્ટ ચાર્ચિંગ સપોર્ટ આપશે.
Xiaomi 12Xની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 870 પ્રોસેસર મળી શકે. આ સાથે જ 5000mAhની લોન્ગ લાસ્ટિંગ બેટરી મળી શકે. આ ફોનમાં 67Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે. Xiaomi 12Xમાં 6.2 ઈંચની FHD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે. આ ફોનની ડિઝાઈન Xiaomi 11થી મળતી આવે છે. જો કે આમાં ફ્લેટ ડિસ્પ્લે જોવા મળી શકે.
મહત્વનું છે કે હાલમાં કંપનીએ MI સિરીઝને હટાવી Xiaomi સિરીઝ કરી દીધું છે. ઉદાહરણ તરીકે કંપનીએ Mi 11 સિરીઝનો ફોન લોન્ચ કર્યો હતો, જો કે હવે કંપની Xiaomi 12 સિરીઝ લોન્ચ કરવામાં જઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે