Flying Bike: આવી ગઈ દુનિયાની પ્રથમ ઉડતી મોટરસાઇકલ, 100KM ની ટોપ સ્પીડ, જાણો કિંમત
World first flying bike: ઉડતી કારને લઈને હંમેશા સમાચાર સામે આવતા રહે છે. હવે દુનિયાની પ્રથમ ઉડતી બાઇક પણ આવી ગઈ છે. હાલમાં આ બાઇકને ડેટ્રોઇડ ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉડતી બાઇકનો વીડિયો પણ સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ XTURISMO Flying Bike: આવનારા સમયમાં ઉડતી કાર અને બાઇકનો ઉપયોગ થવાનો છે. ઉડતી કારને લઈને હંમેશા સમાચાર સામે આવતા રહે છે. હવે દુનિયાની પ્રથમ ઉડનારી બાઇક પણ આવી ગઈ છે. હકીકતમાં જાપાનની એક કંપની AERQINS આગામી વર્ષ સુધી યુએસએમાં હોવરબાઇક (ઉડતી બાઇક) લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં આ બાઇકને ડેટ્રોઇટ ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ઉડતી બાઇકનો વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં એક વ્યક્તિ બાઇક પર બેસી હવામાં ફરતો જોવા મળી રહ્યો છે.
આ બાઇકને Xturismo નામ આપવામાં આવ્યું છે. Aerwins Xturismo હોવરબાઇક ઘણા પ્રોપેલર (એક પંખા જેવું ઉપકરણ જે ઉડવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે) નો ઉપયોગ કરી જમીનથી ઉપર ઉડે છે. તેની આગળ અને પાછળ બે મોટા પ્રોપેલર છે, જેની સાથે ચાર નાના પ્રોપેલર આપવામાં આવ્યા છે. મોટા પંખા હોવરબાઇકને લિફ્ટ પ્રદાન કરે છે, જ્યારે નાના સ્ટેબલાઇઝરના રૂપમાં કામ કરે છે.
This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm
— Reuters (@Reuters) September 16, 2022
Aerwins XTurismo 3.7 મીટર (146 ઇંચ) લાંબી, 2.4 મીટર (94.5 ઇંચ) પહોળી અને 1.5 મીટર (59 ઇંચ) ઉંચી છે. તે હવામાં 30થી 40 મિનિટ સુધી 60 માઇલ પ્રતિ કલાક (97 કિલોમીટર પ્રતિ કલાક) ની ટોપ સ્પીડથી ચાલી શકે છે. બાઇકનું વજન 300 કિલોગ્રામ છે. તેમાં કાર્બન ફાઇબર મટિરિયિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 100 કિલોગ્રામ પેલોડ ક્ષમતા રાખે છે.
બાઇક જાપાનમાં પહેલાથી વેચાણ પર છે અને આગામી વર્ષે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વેચાશે. આ ફ્લાઇંગ બાઇકની કિંમત $777,000 (આશરે 6.19 કરોડ રૂપિયા) છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે