WhatsApp Call ને રેકોર્ડ કરવાની રીત, ઘણા લોકો જાણતા નથી આ Trick

WhatsApp Call Record: ઘણા લોકોને ખબર નથી હોતી કે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાનું સરળ છે. WhatsApp માં કૉલ્સ રેકોર્ડ કરવાની કોઈ સત્તાવાર રીત નથી, પરંતુ તમે થર્ડ-પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને WhatsApp કૉલ્સ રેકોર્ડ કરી શકો છો.

WhatsApp Call ને રેકોર્ડ કરવાની રીત, ઘણા લોકો જાણતા નથી આ Trick

How To Record WhatsApp Call: આજના સમયમાં વોટ્સએપ એક મહત્વપૂર્ણ એપ બની ગયું છે. લગભગ દરેક વ્યક્તિ જે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમના ફોનમાં WhatsApp ઇન્સ્ટોલ કરેલું છે. આ એપથી લોકો વચ્ચેનું અંતર ઘટ્યું છે. હવે માઇલો દૂર બેઠેલા લોકો પણ એકબીજા સાથે જોડાયેલા રહી શકે છે. WhatsApp શરૂઆતમાં માત્ર એક મેસેજિંગ એપ હતી, પરંતુ ધીમે ધીમે તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા. આવી જ રીતે એપમાં કોલિંગ ફીચર પણ ઉમેરવામાં આવ્યું હતું.

કૉલિંગ ફીચરના આવવાથી વસ્તુઓ વધુ સરળ બની ગઈ. હવે આપણે એકબીજાને સરળતાથી વિડિયો અને ઓડિયો કોલ કરી શકીએ છીએ. ઘણી વખત આપણે કલાકો સુધી કોલ પર વાત કરતા રહીએ છીએ અને સમય ક્યારે વીતી ગયો તેનો ખ્યાલ જ આવતો નથી. પરંતુ શું તમે જાણો છો કે વોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકાય છે...

ઘણા લોકોને ખબર નથી હોતી કે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાનું સરળ છે. WhatsApp માં કૉલ્સ રેકોર્ડ કરવાની કોઈ સત્તાવાર રીત નથી, પરંતુ તમે થર્ડ-પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને WhatsApp કૉલ્સ રેકોર્ડ કરી શકો છો.

WhatsApp કૉલ્સ રેકોર્ડ કરવાની આ છે એક સરળ રીત 

સ્ટેપ 1: તમારા ફોનમાં થર્ડ પાર્ટી કૉલ રેકોર્ડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: એપ્લિકેશન ખોલો અને સેટિંગ્સ પર જાઓ.
સ્ટેપ 3: કૉલ રેકોર્ડિંગ ઇનેબલ કરો.
સ્ટેપ 4: WhatsApp કૉલ કરો અથવા પ્રાપ્ત કરો.
સ્ટેપ 5: એકવાર કૉલ શરૂ થઈ જાય, એપ્લિકેશન આપમેળે કૉલ રેકોર્ડ કરવાનું શરૂ કરશે.

કેટલીક લોકપ્રિય કૉલ રેકોર્ડિંગ એપ્લિકેશન્સમાં શામેલ છે-
Cube ACR
Call Recorder
Automatic Call Recorder

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news