WhatsApp ના નવા ફિચર્સ છે જોરદાર, તમારી જિંદગી થઈ જશે વધુ આસાન

આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવું પડશે. અને તેના પેમેન્ટ ઓપ્શનમાં જઈને તેની સાથે તમારે તમારા બેંક એકાઉંટને જોડવું પડશે. ત્યાર બાદ તમે સરળતાથી આ ફિચર્સનો ઉપયોગ કરી શકો છો.

WhatsApp ના નવા ફિચર્સ છે જોરદાર, તમારી જિંદગી થઈ જશે વધુ આસાન

નવી દિલ્લીઃ આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવું પડશે. અને તેના પેમેન્ટ ઓપ્શનમાં જઈને તેની સાથે તમારે તમારા બેંક એકાઉંટને જોડવું પડશે. ત્યાર બાદ તમે સરળતાથી આ ફિચર્સનો ઉપયોગ કરી શકો છો.

WhatsApp પોતાના યૂઝર્સ માટે સમયાંતરે કંઈકને કંઈક નવા Feature લઈને આવે છે. જેનાથી યૂઝર્સને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. અને વોટ્સએપના માધ્યમથી તેઓ વધુને વધુ સરળતાથી પોતાના કામો પુરા કરી શકે. વોટ્સએપ દ્વારા હાલમાં જ આવા ત્રણ નવા ફિચર્સ લોંચ કરવામાં આવ્યાં છે.

WhatsApp payment service
ગત વર્ષના અંતમાં વોટ્સએપે ભારતમાં પોતાની પેમેંટ સર્વિસ શરૂ કરી હતી. જેના માધ્યમથી લોકો ખુબ જ સરળતાથી એકબીજાના પૈસા મોકલી શકે છે. આ પેમેંટ સર્વિસ યૂપીઆઈ આધારિત છે. આ સર્વિસના ઉપયોગ માટે તમારે પોતાનું એકાઉંટ બનાવવું પડશે. તેના માટે સૌથી પહેલાં તમારે પોતાનું વોટ્સએપ અપડેટ કરવું પડશે. ત્યાર પછી તેના પેમેંટ ઓપ્શનમાં જઈને તેની સાથે તમારી બેંકના એકાઉંટને જોડવું પડશે.

ક્યૂઆર કોડ
વોટ્સએપનું આ ફિચર આપને જલદી નંબર સેવ કરવામાં ખુબ જ મદદ કરે છે. આ ફિચરના માધ્યમથી તમે કોઈપણ વ્યક્તિના મોબાઈલનો ક્યૂઆર કોડ સ્કેન કરીને માત્ર થોડી જ સેકન્ડમાં તેના નંબરને જોડી શકો છો. આ ફિચરના માધ્યમથી તમે તમાપો ક્યૂઆર કોડ અન્ય વ્યક્તિને શેયર પણ કરી શકો છો.

Live Location
WhatsApp ના ફિચરના માધ્યમથી તમે કોઈપણ વ્યક્તિ સાથે પોતાનું લાઈવ લોકેશન શેયર કરી શકો છો. તેનાથી સામેની વ્યક્તિને એવી જાણકારી આપી શકાય છે કે તમે કઈ જગ્યાએ જઈ રહ્યાં છો. આ ફિચર તમારી જર્નીને આસાન બનાવી દેશે. કોઈના ઘરનું સરનામું તપાસવામાં પણ આ ફિચર તમારી મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news