WhatsApp New Feature: નવું ફીચર મચાવશે ધમાલ, જાણીને યૂઝર્સે કહ્યું, વાહ હવે મજા આવશે
WhatsApp New Feature: માહિતી મળી છે કે વોટ્સએપ 'ડિલીટ મેજેર ઓફ એવરીવન' ફીચર્સની સમય મર્યાદા વધારવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. હાલ એપ યૂઝર્સે મોકલેલા મેસેજને હટાવવા માટે 1 કલાક, 8 મિનિટ અને 16 સેકેન્ડની સમય મર્યાદાની મંજૂરી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ WhatsApp નો ઉપયોગ કરોડો લોકો કરે છે. શાનદાર અનુભવ માટે વોટ્સએપ પણ નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. આ વર્ષે વોટ્સએપે અનેક રસપ્રદ ફીચર્સ રજૂ કર્યા છે. વર્ષના અંત સુધી એપ અન્ય ફીચર્સ રજૂ કરવા જઈ રહી છે. માહિતી મળી છે કે વોટ્સએપ 'ડિલીટ મેજેર ઓફ એવરીવન' ફીચર્સની સમય મર્યાદા વધારવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. હાલ એપ યૂઝર્સે મોકલેલા મેસેજને હટાવવા માટે 1 કલાક, 8 મિનિટ અને 16 સેકેન્ડની સમય મર્યાદાની મંજૂરી આપી છે.
7 દિવસ સુધી ડિલીટ કરી શકશો મોકલેલો મેસેજ
વોટ્સએપ કથિત રીતે એવી વિશેષતાઓ વિકસિત કરી રહ્યુ છે, જે તમને મોકલેલા સંદેશાને 7 દિવસમાં હટાવવાની મંજૂરી આપશે. આ Android યૂઝર્સની સાથે શરૂ થશે અને બાદમાં iOS માટે રોલઆઉટ થઈ શકે છે. વોટ્સએપને ટ્રેક કરનાર WABetaInfo ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું, 'લેટર ડેટમાં 1 કલાક, 8 મિનિટ, 16 સેકેન્ડથી વધુ જૂના તમામ મેસેજને હટાવવા સંભવ થશે. અમે પુષ્ટિ કરીએ છીએ કે વોટ્સએપ હવે ભવિષ્યના અપડેટમાં સમય મર્યાદાને 7 દિવસ અને 8 મિનિટમાં બદલવાની યોજના બનાવવામાં આવી રહ્યું છે.'
આ પણ વાંચોઃ Jio ના સૌથી સસ્તા પ્લાને મચાવી ધમાલ, 84GB ની સાથે 1 વર્ષ સુધી Disney+ Hotstar ફ્રી, જાણો અન્ય ફાયદા
શું કહ્યું WABetaInfo એ?
WABetaInfo એ આગળ જણાવ્યું- આ સુવિધા હજુ ડેવલોપમેન્ટમાં છે, તેથી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે ચે. કંપની તેમાં અન્ય શું ફેરફાર કરશે તે માટે આપણે થોડી રાહ જોવી પડશે. તેના સત્તાવાર જાહેરાતની તારિખ હજુ નક્કી થઈ શકી નથી.
Whatsapp પર હાલમાં રજૂ થયું ફ્લેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટિંગ ફીચર
વોટ્સએપે ફ્લેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટિંગ પણ રજૂ કર્યું છે. આ નવું ફીચર એન્ડ્રોયડ પ્લેટફોર્મ પર ભારતીય યૂઝર્સ માટે જોડવામાં આવ્યા હતા. મેજેસિંગ એપનું કહેવું છે કે આ પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવશે. ફ્લેશ કોલ તે વ્યક્તિ માટે ઉપયોગી થઈ શકે છે જે પોતાના સ્માર્ટફોનને વારંવાર બદલે છે. મેસેજ લેવલ રિપોર્ટિંગ ફીચરથી યૂઝર્સ સ્પેસિફિક મેસેજને ફ્લેગ કરી શકે છે અને રિપોર્ટ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે