WhatsApp ફરી એક વખત લાવી રહ્યું છે પ્રાઈવસી પોલિસી, જાણો શું છે ખાસ
FACEBOOKના માલિકીની કંપની વ્હોટ્સએપે ફરી એક વખત પોતાની પ્રાઈવસી તૈયાર કરી છે. અને જલ્દી નવી પ્રાઈવસી પોલિસીને રજૂ કરવામાં આવી. આ પહેલાની પ્રાઈવસી પોલિસીને ધ્યાનમાં રાખીને આ વખતે કંપનીએ ખુબ સાવધાની રાખી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ ફરી એકવાર તેની નવી પ્રાઈવસી પોલિસી લઈને આવે છે. પહેલાની પ્રાઈવસી પોલિસી લઈને ઘણો વિવાદ થયો હતો,ત્યારપછી તેને અપડેટ કરવામાં આવી. અમારી સહયોગી વેબસાઈટ bgr.in અનુસાર હવે નવી પ્રાઈવસી પોલિસીને મંજૂર કરવાની ડેડલાઈન 15 મે નક્કી કરવામાં આવી. FACEBOOKના માલિકીની કંપની વ્હોટ્સએપે ફરી એક વખત પોતાની પ્રાઈવસી તૈયાર કરી છે. અને જલ્દી નવી પ્રાઈવસી પોલિસીને રજૂ કરવામાં આવી. આ પહેલાની પ્રાઈવસી પોલિસીને ધ્યાનમાં રાખીને આ વખતે કંપનીએ ખુબ સાવધાની રાખી છે.
ધૈર્યરાજની જેમ અમદાવાદમાં 10 બાળકો જીંદગી સાથે લડી રહ્યા છે જંગ, સરકારને કરી આ અપીલ
વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને સંપૂર્ણ રીતે બરાબર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વ્હોટ્સએપનું કહેવું છે કે તેણે યુઝર્સની પ્રાઈવસીનું સંપૂર્ણ પણે ધ્યાન રાખ્યું છે. પોલિસીમાં ગોપનીયતાનો અધિકાર સંપૂર્ણ પણે જાળવી રાખ્યો છે. વપરાશકર્તાની સંમતિ વિના કોઈને તેનો ડેટા આપવાનો કોઈ સવાલ નથી, કારણ કે લોકોની અંગત ચેટ એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં રહે છે, જે ન તો વ્હોટ્સએપ કે ફેસબુક કે કોઈ ત્રીજો પક્ષ જોઈ શકે છે.
Women Accidentally Sent Nude Photo: મહિલાની ન્યૂડ તસવીર પહોંચી ગઈ ભાવિ સસરા પાસે અને પછી જે થયું...
આ વર્ષે જાન્યુઆરીમાં આવેલી વ્હોટ્સએપના પ્રાઈવસી પોલિસીમાં મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ફોન મોડલ, સ્થાનની માહિતી જેવા ફેસબુકની માલિકીની કંપનીઓ મેસેંજર, ઈન્સ્ટાગ્રામ અને થર્ડ પાર્ટી સાથે માહિતી શેર કરવાની વાત સહિતના ડેટાની વાત કરવામાં આવી હતી. આ નીતિ ઉપર ઘણા વિવાદ થયા હતા. વ્હોટ્સએપ નવી પ્રાઈવસી પોલિસીને મંજૂરી આપવા માટે અંતિમ તારીખ પણ નક્કી કરવામાં આવી છે. જો તમે 15 મી મે સુધીમાં નવી પ્રાઈવસી પોલિસીને મંજૂરી નહીં આપો તો તમારી વ્હોટ્સએપ સેવા બંધ થઈ શકે છે.
Viral Video: યુવક-યુવતીને યુનિ.કેમ્પસમાં ખુલ્લેઆમ રોમાન્સ કરવો ભારે પડી ગયો
વ્હોટ્સએપે નવી પ્રાઈવસી પોલિસીને મંજૂરી આપવા માટે સંપૂર્ણ સમય આપ્યો છે. જેથી વપરાશકર્તાઓ નવી અપડેટ પોલિસીને યોગ્ય રીતે સમજી શકે અને મંજૂરી આપી શકે. જો કોઈ
નવી પોલિસીને મંજૂરી આપવા માટે સંપૂર્ણ સમય આપ્યો છે જેથી વપરાશકર્તાઓ નવી અપડેટ પોલિસીને યોગ્ય રીતે સમજી અને મંજૂરી આપી શકે. જો કોઈ યુઝર નીતિ પર સહમત ન થાય તો તેની વોટ્સએપ સેવાઓ મર્યાદિત કરી શકાય છે. જોકે, કંપની દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી કે કઈ સેવાઓ મર્યાદિત રહેશે અને કઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે