WhatsApp નું ટૂંક સમયમાં આવશે મલ્ટી ડિવાઈઝ ફીચર, આ રીતે કરશે કામ
કંપની WhatsAppમાં સતત અપડેટ લાવી રહી છે. ત્યારે હાલમાં જ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે ફીચરથી યૂઝરને અનેક ફાયદા થશે. અને WhatsApp અપડેટ થશે. ત્યારે શું છે નવા ફીચરના ફાયદા તે જાણીએ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ WhatsApp યૂઝરની સંખ્યા સતત વતી રહી છે. ત્યારે કંપની WhatsAppમાં સતત અપડેટ લાવી રહી છે. ત્યારે હાલમાં જ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે ફીચરથી યૂઝરને અનેક ફાયદા થશે. અને WhatsApp અપડેટ થશે. ત્યારે શું છે નવા ફીચરના ફાયદા તે જાણીએ.
WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી એક WhatsApp અકાઉન્ટને ઘણા ડિવાઈસથી લિંક કરી શકાશે. આ મલ્ટી ડિવાઈઝ ફીચર ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી તે અપડેટ થયું નથી.જો કે હવે આ ફીચર જલદી જ WhatsApp પર આવી જવાનું છે. WhatsAppના મલ્ટી-ડિવાઈઝ ફીચર વિશે થોડા દિવસ પહેલાં જાણકારી સામે આવી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં iOS અને Android માટે આ ફીચર ઉપલબ્ધ કરવામાં આવશે. લેટેસ્ટ WhatsApp બીટા વર્ઝન 2.21.30માં યૂઝરને લિંક્ડ અકાઉન્ટથી લગ આઉટ કરવાનો ઓપ્શન મળશે. આ વિશે જાણકારી નવા ફીચર પર નજર રાખતી WaBetainfoએ આપી.
અત્યાર સુધી કોઈ અકાઉન્ટને ડિલિંગ કરવા માટે વ્હોટ્સએપ કે બિઝનેસ વ્હોટ્સએપ સાથે અનઈન્સ્ટોલ કરવું પડતું હતું. જે બાદ નવા ક્રેડેન્શિંયલ્સની સાથે લોગ-ઈન કરવું પડતું હતું. જો કે આ પ્રોસેસમાં જો બેકઅપ લેવાનું ભૂલી ગયા તો યૂઝરની મહત્વપૂર્ણ ચેટ અને મીડિયા પણ ડિલીટ થવાની સંભાવના હતી.
જો કે આ નવું મલ્ટી ડિવાઈસ ફીચર વ્હોટ્સએપ અને વ્હોટ્સએપ બિઝનેસ બંને પર શાનદાર રીતે કામ કરશે. આ ફીચર એન્ડ્રોય માટે પણ ઉપલબ્ધ થશે. હાલ આ ફીચર ટેસ્ટિંગ સ્ટેજમાં છે. માટે આ ફીચરના ઉપયોગ માટે હજપ યૂઝરે થોડી વધુ રાહ જોવી પડશે. મલ્ટી-ડિવાઈઝ સપોર્ટ પર વ્હોટ્સએપ બહુ શાનદાર રીતે કામ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ આ ફીચરના બે વેરિએન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં એક ફીચર વેરિએન્ટ મુજબ વેબ અથવા ડેસ્કટોપ વ્હોટ્સએપને ત્યારે જ યૂઝ કરી શકાય છે જ્યારે લિંક્ડ ડિવાઈસ પર એક્ટિવ નેટ કનેક્શન ન હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે