Jammu Kashmir: જમ્મુમાં પુલવામાને પુનરાવર્તિત કરવાનું કાવતરું નિષ્ફળ, IED સાથે એક આતંકી ઝડપાયો
હજુ સુધી આ ઘટનાની વધુ માહિતી સામે આવી નથી. બપોરે 3.30 કલાકે જિલ્લા પોલીસ લાઇનમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહે બસ સ્ટેન્ડથી જપ્ત કરવામાં આવેલ આઈઈડી સહિત અન્ય સનસનીખેજ ખુલાસા કર્યા છે.
Trending Photos
જમ્મુઃ આજે પુલવામા આતંકી હુમલાની બીજી વરસી છે તો દુશ્મન દેશ પાકિસ્તાના ઇશારા પર આતંકવાદીઓએ આજે રવિવારે જમ્મુના જનરલ બસ સ્ટેન્ડ સહિત આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ વિભિન્ન સુરક્ષા એજન્સીઓએ સમય રહેતા જમ્મુમાં પુલવામાનું પુનરાવર્તન કરવાના એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. સતર્ક સુરક્ષા એજન્સીઓએ ન માત્ર આતંકવાદી ઘટનાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે પરંતુ જમ્મુમાં ષડયંત્રને અંજામ આપનાર એક આતંકવાદીને પણ ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
હજુ સુધી આ ઘટનાની વધુ માહિતી સામે આવી નથી. બપોરે 3.30 કલાકે જિલ્લા પોલીસ લાઇનમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહે બસ સ્ટેન્ડથી જપ્ત કરવામાં આવેલ આઈઈડી સહિત અન્ય સનસનીખેજ ખુલાસા કર્યા છે.
આ પણ વાંચોઃ Sushma Swaraj ના Birthday પર પુત્રી Bansuri Swaraj નું ઇમોશન પોસ્ટ, કહ્યું- 'કેક હવે લાગે છે ફીકી'
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની સૂચના પર જમ્મુ પોલીસે પ્રાચીન રઘુનાથ જી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં આઇડી ધમાકો કરવા આવેલા આતંકીને પોલીસે ઝડપી લીધો છે. તેના કબજામાંથી 7 કિલો આઈડી જપ્ત થયો છે. આતંકી સોહેલ શબીર નિવાસી નિવા પુલવામા, કાશ્મીરનો રહેવાસી છે. તેનો સંબંધ આતંકી સંગઠન અલ બદર સાથે હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા ઘણા દિવસથી જમ્મુમાં રહીને શહેરના ટ્રાફિક વારા વિસ્તારની રેકી કરી રહ્યો હતો. આઈડી જપ્ત થવાની પુષ્ટિ જમ્મુ ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ સિંહે પત્રકાર પરિષદ દરમિયાન કરી છે. આઈઈડી સાથે ઝડપાયેલા વ્યક્તિની જમ્મુ-કાશ્મીર પોલીસની આતંકવાદી વિરોધી ટીમ પૂછપરછ કરી રહી છે. તેના નેટવર્ક વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.
મંદિરોનું શહેર જમ્મુ હંમેશાથી આતંકીઓના નિશાને રહ્યું છે. પ્રસિદ્ધ શ્રી રઘુનાથ જી મંદિર પર પહેલા પણ બે આતંકી હુમલા થઈ ચુક્યા છે. જેના કારણે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. છતાં આતંકીઓ તેને નિશાન બનાવવાની ફિરાકમાં રહે છે.
જમ્મુમાં સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પ્રયાસ
સરહદની પાસ બેઠેલા આતંકી સંગઠન સતત જમ્મુ વિસ્તારના મંદિરોને નિશાન બનાવી અહીં ધાર્મિક માહોલ બગાડવાનું ષડયંત્ર ચરે છે. તેના કારણે હાલમાં રાજૌરી અને પુંછમાં મંદિરો પર હુમલા થયા હતા. આ વખતે આતંકીઓના નિશાના પર જમ્મુ શહેર હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે