WhatsApp Hack: એક ફોન કોલ અને હેક થઇ જશે વોટ્સએપ એકાઉન્ટ, ભૂલથી પણ યૂઝ ન કરો આ કોડ્સ

રિપોર્ટ્સનું માનીએ તો સાઇબર વર્લ્ડમાં એક નવું  WhatsApp Scam ચાલી રહ્યું છે .તેની મદદથી હેકર્સ તમારા વોટ્સએપ એકાઉન્ટને હેક કરી શકે છે. આવો જાણીએ તેની ડિટેલ્સ.

WhatsApp Hack: એક ફોન કોલ અને હેક થઇ જશે વોટ્સએપ એકાઉન્ટ, ભૂલથી પણ યૂઝ ન કરો આ કોડ્સ

ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની ડિમાન્ડને જોઇને છેતરપિંડી કરનારાઓએ પોતાની રીત બદલી દીધી છે. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે સાઇબર અપરાધી ઓનલાઇન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની પોપ્યુલારિટી જોઇને છેતરપિંડી કરનારાઓએ નવો સ્કેમ શરૂ કર્યો છે. 

રિપોર્ટ્સનું માનીએ તો સાઇબર વર્લ્ડમાં એક નવું  WhatsApp Scam ચાલી રહ્યું છે .તેની મદદથી હેકર્સ તમારા વોટ્સએપ એકાઉન્ટને હેક કરી શકે છે. આવો જાણીએ તેની ડિટેલ્સ.

સિંપલ પરંતુ ખતરનાક છે આ ટ્રિક
એક નવો ઓટીપી ફ્રોડ ચાલી રહ્યો છે જેનો ઉપયોગ વોટ્સએપ યૂઝર્સના એકાઉન્ટને હેક કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સાઇબર અપરાધી યૂઝર્સના એકાઉન્ટને હેક કરવા માટે એક સિંપલ ટ્રિકનો ઉપયોગ કરી રહ્યા છે.  

હેકર્સ લોકોને ફોન કરીને **67* અથવા *405* ડાયલ કરવા માટે કહી રહ્યા છે. યૂઝર જેવો આ નંબર ડાયલ કરે છે, તો યૂઝરનું વોટ્સએપ એકાઉન્ટ આપમેળે લોગઆઉટ થઇ જાય છે અને હેકર્સને તેનો કંટ્રોલ મળી જાય છે. હવે તમે વિચારતા રહી જશો કે કેવી રીતે ફક્ત એક નંબર ડાય્લા કરવાથી કંટ્રોલ મળે છે.? 

જોકે યૂઝર્સ જે નંબરને ડાયલ કરી રહ્યા છે, તે જિયો અને એરટેલની રિકવેસ્ટ સર્વિસ છે. તેનો ઉપયોગ કોલ ફોરવર્ડિંગ માટે થાય છે. હેકર્સ ફોન પર વાત કરતાં યૂઝર્સને પોતાના કોઇ નંબર પર તેમનો કોલ ફોરવર્ડ કરવાની આ ટ્રિકમાં ફસાવી દે છે.

બીજી તરફ હેકર્સ વોટ્સએપ રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી દે છે અને ઓટીપી વાયા ફોન કોલનો ઓપ્શન સિલેક્ટ કરે છે. જેથી યૂઝર્સને ફોન તે વખતે વ્યસ્ત રહે છે એટલા માટે ઓટીપી હેકરના નંબર પર આવે છે. (કોલ દ્રારા) અને તેમને તેમના એકાઉન્ટના એક્સેસ મળી જાય છે. 

આ ટ્રિક ગ્લોબલી કામ કરે છે. કારણ કે તમામ ટેલીકોમ ઓપરેટર કોઇને કોઇ રિકવેસ્ટ નંબર ઓફર કરે છે. ધ્યાન રહે કે જ્યારે પણ તમે વોટ્સઅપ લોગઇન કરો છો યૂઝર વેરિફિકેશ માટે રજિસ્ટર નંબર પર ઓટીપી આવે છે. તેમાં એસએમએસમાં 6 અંકનો ઓટીપી આવે છે. જેનો ઉપયોગ વેરિફિકેશનમાં કરવામાં આવે છે. એસએમએસ સાથે તમને કોલ પર ઓટીપીનો ઓપ્શન મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news