50MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયા Vivo S12 અને Vivo S12 Pro, જાણો કિંમત અને ફીચર્સ

આ બંને મીડિયાટેક ડાઇમેન્શન SoCs પ્રોસેસર પર કામ કરે છે. Vivo S12 અને S12 Pro ને 44W ફાસ્ટ ચાર્જિંગ તેકનીક સાથે રજૂ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન સાથે જોડાયેલી વિગત..

50MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયા Vivo S12 અને Vivo S12 Pro, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની વીવોએ પોતાની 'S' સિરીઝના બે ફોન Vivo S12 અને Vivo S12 Pro ને લોન્ચ કરી દીધા છે. હેન્ડસેટ વચ્ચે ઘણી સામાન્ય વસ્તુ છે. બંને વીવો હેન્ડસેટ 180 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર અને ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે આવે છે. આ બંને મીડિયાટેક ડાઇમેન્શન SoCs પ્રોસેસર પર કામ કરે છે. Vivo S12 અને S12 Pro ને 44W ફાસ્ટ ચાર્જિંગ તેકનીક સાથે રજૂ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન સાથે જોડાયેલી વિગત..

Vivo S12 અને Vivo S12 Pro ની કિંમત
વીવોના આ બંને સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયા છે, Vivo S12 के 8GB + 256GB ઓનબોર્ડ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત CNY 2,799 (લગભગ 33100 રૂપિયા) અને 12GB + 256GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત  CNY 2,999 (લગભગ 35,500 રૂપિયા) રાખવામાં આવી છે. Vivo S12 Pro ની કિંમત 8GB + 256GB સ્ટોરેજ હેન્ડસેડની કિંમત CNY 3,399 (લગભગ 40200 રૂપિયા) અને 12GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત  CNY 3,699 (લગભગ 43700 રૂપિયા) છે. સ્માર્ટફોનને હાલ વીવો ચાઇનાની વેબસાઇટ પર બ્લેક, બ્લૂ અને ગોલ્ડ કલર ઓપ્શનમાં આપવામાં આવ્યો છે. વીવોના આ ફોનને 30 ડિસેમ્બર સુધી ખરીદી શકાય છે. તે જાણકારી સામે આવી નથી કે આ ફોન ભારતમાં ક્યારે આવશે. 

Vivo S12 ના સ્પેસિફિકેશન
વીવો એસ12 એન્ડ્રોયડ 11- આધારિત ઓરિજિનઓએસ ઓશન પર ચાલે છે. ફોનમાં 6.44 ઇંચની ફુલ-એચડી + (1,080x2,408 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 91.01 ટકા સ્ક્રીન-ટૂ-બોડી રેશિોની સાથે છે. સ્ક્રીનમાં 90Hz રિફ્રેશ રેટ, 180Hz સેમ્પલિંગ રેટ અને 408 ppi પિક્સલ ડેનસિટી છે. Vivo S12 માં એક ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 1100 SoC છે, સાથે 12GB સુધી LPDDR4x રેમ છે. 

Vivo S12 ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં f/1.8 લેન્ચની સાથે 180 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે, જે 2x ઓપ્ટિકલ અને 20x ડિજિટલ ઝૂમ પ્રદાન કરે છે. f/2.2 લેન્સની સાથે 8 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર અને f/2.4 લેન્સની સાથે 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે, હેન્ડસેટમાં એક ડ્યુલ કેમેરા સેટઅપ છે જેને f / 2.0 લેન્સની સાથે જોડાયેલા 44 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર અને  f / 2.28 અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સની સાથે 8 મેગાપિક્સલના સેન્સર દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યું છે. 

Vivo S12 Pro ના સ્પેસિફિકેશન
વીવો એસ12 પ્રોમાં વીવો એસ12ની જેમ ઘણા સ્પેસિફિકેશન છે. આ એક ડ્યુઅલ સિમ (નેનો) સ્માર્ટફોન છે, જે એન્ડ્રોયડ 11 આધારિત ઓરિજિનઓએસ ઓશન પર ચાલે છે. ફોનમાં 6.56 ઇંચની ફુલ-એચડી+ (1,080x2,376 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19.8:9 અને સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.39 ટકા છે. સ્ક્રીનમાં  90Hz રિફ્રેશ રેટ, 240Hz સેમ્પલિંગ રેટ અને 398 ppi પિક્સલ ડેનસિટી છે. Vivo S12 Pro માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 1200 SoC છે. 

Vivo S12 Pro માં વીવો એસ13 જેવા રિયર કેમેરા કોન્ફિગરેશન છે, પરંતુ ફ્રંટ કેમેરામાં અંતર છે. પ્રો વેરિએન્ટમાં f/2.0 લેન્સની સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને સેલ્ફી વીડિયો કોલિંગ માટે f/2.28 અલ્ટ્રા-વાઇડ એન્ગલની સાથે 8 મેગાપિક્સલનું સેન્સર છે. બંને સ્માર્ટફોન ફ્રંટ અને બેક કેમેરાથી 4K વીડિયો કેપ્ચર કરી શકાય છે. આ સિવાય બંને હેન્ડસેટમાં ફ્રંટ કેમેરા સેટઅપમાં ઓટોફોકસ અને એન્ટી-શેક ફીચર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news