રણવીર સિંહના બદલાયા તેવર, દીપિકાની જગ્યાએ આ દિગ્ગજને કરી Lip Kiss

કપિવ દેવ અને રણવીર સિંહની એકબીજાને કિસ કરતા હોય તેવી સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ થઈ રહી છે. હવે કબીર ખાન દ્વારા નિર્દેશિત મૂવી 83 આવી રહી છે, જેમાં રણવીર સિંહ કેપ્ટન કપિદ દેવનો રોલ નિભાવી રહ્યો છે. કપિલ દેવ ભારતની 1983 વર્લ્ડ કપ જીતનાર ટીમના કેપ્ટન હતા.

રણવીર સિંહના બદલાયા તેવર, દીપિકાની જગ્યાએ આ દિગ્ગજને કરી Lip Kiss

નવી દિલ્હી: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ '83' 24 ડિસેમ્બરના થિયેટરમાં આવશે. આ પહેલા સેલિબ્રિટી અને મીડિયા માટે સ્ક્રિનિક રાખવામાં આવ્યું હતું. આ તક 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન રણવીર અને કપિલ દેવ એકબીજાને કિસ કરતા હતા તેવી તસવીર વાયરલ થઈ રહી છે. જેના કારણે રણવીર સિંહ અને કપિલ દેવ બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. કપિલ દેવ ભારતના મહાન કેપ્ટનોમાં સામેલ રહ્યા છે.

વાયરલ થયો આ ફોટો
રણવીર સિંહ અને કપિલ દેવ સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. 1983 વર્લ્ડ કપ ઉપર કબીર ખાન દ્વારા નિર્દેશિત મૂવી 83 આવી રહી છે, જેમાં રણવીર સિંહ કપિલ દેવનો રોલ નિભાવી રહ્યો છે. આ તસવીરને જાણીતા ફોટોગ્રાફર યોગેન શાહે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

બંનેએ સાથે કરી મસ્તી
રણવીર સિંહ અને કપિલ દેવની કિસ કરતા હોય તેવી તસવીર વાયરલ થઈ રહી છે. રણવીર સિંહ આ ફોટોમાં સફેદ કલરના કપડામાં જોવા મળી રહ્યો અને તેણે કાળા ચશ્મા પહેર્યા છે. ત્યારે કપિલ દેવ બ્લૂ કૂર્તા પાયજામામાં સ્વેગ વિખેરતા જોવા મળી રહ્યા છે. ભારતે કપિલ દેવની કેપ્ટનશીપમાં 1983 માં વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી ખિતાબ જીત્યો હતો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

24 ડિસેમ્બરના રિલીઝ થશે ફિલ્મ
83 ભારતની 1983 વર્લ્ડ કપ જીત પર આધારી છે. દીપિકા અને રણવીર ઉપરાંત આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, બોમન ઇરાની, એમી વિર્ક, હાર્ડી સિંધૂ, તાહિર રાજ ભસીન, જતિન સરના, જીવા છે. 83 કબિર ખાન દ્વારા નિર્દેશિત અને કબીર ખાન, દીપિકા પાદુકોણ, વિષ્ણુવર્ધન ઈન્દુરી, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે. આ 24 ડિસેમ્બર 2021 ના થિયેટર સ્ક્રીન પર હિટ થવા માટે તૈયાર છે.

ભારતે દુનિયાની શાનદાર ટીમને હરાવી હતી
80 ના દાયકા દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ એક શક્તિશાળી ટીમ હતી અને જ્યારે પણ તે કોઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેતી હતી તો તે ખિતાબની દાવેદાર રહેતી હતી. તે દોરમાં દુનિયાના શાનદાર બેટ્સમેન પણ વેસ્ટ ઇન્ડિઝના ઘાતક બોલરનો સામનો કરી શકતા ન હતા. જેઓ તમની બેટિંગથી સૌ કોઈનું દિલ જીતી લેતા હતા. ટીમે 1975 અને 1979 ના વર્લ્ડ કપ જીત્યો હતો. 1983 ના વર્લ્ડ કપમાં આ પ્રકારની રમતની આશા હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝ ખિતાબની હેટ્રિક લગાવવા પર સૌ કોઈની નજર હતી, પરંતુ 25 જૂનના કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે વિરોધી ટીમને ધૂળ ચટાડી અને મેચ જીતીને ઇતિહાસ રચ્યો અને દુનિયાને વિશ્વાસ અપાવ્યો કે એશિયાની ટીમ પણ જીતમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news