Instagram New Feature: ઈન્સ્ટાગ્રામ લાવશે ગજબના ફીચર્સ, જાણો શું છે ખાસ
યૂઝર 15 મિનિટથી ઓછી ડ્યૂરેશન વાળા વીડિયોને રીલ્સમાં શેયર કરી શકશે. આ ફીચરને એક અઠવાડિયામાં જ ઉપ્લબ્ધ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે જ્યારથી રીલ્સનું ચલણ વધી રહ્યું છે ત્યારથી ઈન્સ્ટાગ્રામ રીલ્સ વીડિયો જોવા અને ક્રિએટ કરવાના અનેક ક્રિએટીવ ટૂલ્સને એડ કર્યા છે.
Trending Photos
મેટા કંપનીની સોશિયલ મીડિયા એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામે એક નવા ફીચરની ઘોષણા કરી દીધી છે. આ ફીચર અનુસાર ઈન્સ્ટાગ્રામ પર 15 મિનિટથી ઓછી ડ્યૂરેશન વાળા વીડિયો પોસ્ટ કરી શકાશે. સાથે જ ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયોને રીમિક્સ માટેના નવા ટૂલ્સ પર ઉમેરવામાં આવ્યા છે.
ઈન્સ્ટાગ્રામે બ્લૉગપોસ્ટ પર આ નવા ફીચરની જાહેરાત કરી છે અને જણાવ્યું કે યૂઝર 15 મિનિટથી ઓછી ડ્યૂરેશન વાળા વીડિયોને રીલ્સમાં શેયર કરી શકશે. આ ફીચરને એક અઠવાડિયામાં જ ઉપ્લબ્ધ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે જ્યારથી રીલ્સનું ચલણ વધી રહ્યું છે ત્યારથી ઈન્સ્ટાગ્રામ રીલ્સ વીડિયો જોવા અને ક્રિએટ કરવાના અનેક ક્રિએટીવ ટૂલ્સને એડ કર્યા છે. અમે જલ્દી જ વીડિયોને ફૂલ સ્ક્રિન એક્સપીરિયન્સ માટે ક્રિએટિવ ટૂલ્સ લાવવા જઈ રહ્યાં છે.
આપને જણાવી દઈએ કે અગાઉ 90 સેકંડના વીડિયોને જ રીલ્સમાં કંસીડર કરવામાં આવતા હતા. તેનાથી વધુ ડ્યૂરેશન વાળા વીડિયોઝને રીલ્સ માનવામાં નહોતી આવતી. આ સિવાય ઈન્સ્ટાગ્રામ વીડિયો અને રીલ્સ ટેબને કંબાઈન કરવાના છે. જેના પછી એક ટેબથી વીડિયો અને રીલ્સને જોવા મળશે.
આ ફીચર્સ પણ જલ્દી મળશે
વીડિયો અને ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ નવા રીમિક્સ ટૂલ્સ પર પણ કામ કરે છે. તેમાં રીલ્સના નવા ટેમ્પ્લેટ્સ અને એડિટિંગ ટૂલ્સ પણ મળશે. સાથે જ ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર વીડિયો કૉમેન્ટ્રીનું ઓપ્શન પણ મળશે. ઈન્સ્ટાગ્રામ પર જલ્દી જ યૂઝર્સ એક સાથે ફ્રંટ અને રેયર કેમેરા યૂઝ કરીને વીડિયો રેકોર્ડ કરી શક્શે.
પેમેન્ટનું ઓપ્શન પણ જલ્દી જ આવશે
હાલમાં જ ઈન્સ્ટાગ્રામે પેમેન્ટ ફીચરની પણ માહિતી આપી હતી. આ ફીચરથી યૂઝર ટાઈમલાઈન પર દેખાતી કોઈ પણ પ્રોડક્ટ પર ક્લિક કરીને સીધા ચેટબોક્સથી શોપિંગ કરી શક્શે. તેના માટે યુઝર્સે મેટા પેનો ઉપયોગ કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે