365 દિવસની વેલિડિટી સાથે આવતા બે ગજબના પ્લાન, 50GB વધુ ડેટા ફ્રી, કોલિંગ અને OTTની પણ મજા

આ પ્લાન 180થી 365 દિવસ સુધીની વેલિડિટી ઓફર કરે છે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા મળશે. આ પ્લાન 50જીબી સુધી એક્સ્ટ્રા ડેટા ફ્રી આપે છે. સાથે તેમાં કંપની પોપ્યુલર ઓટીટી એપનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે.

365 દિવસની વેલિડિટી સાથે આવતા બે ગજબના પ્લાન, 50GB વધુ ડેટા ફ્રી, કોલિંગ અને OTTની પણ મજા

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને આકર્ષવા માટે ઘણી શાનદાર ઓફર આપી રહી છે. વોડાફોન-આઈડિયાની ફ્રી ડેટા ઓફર પણ તેમાંથી એક છે. જો તમે લાંબી વેલિડિટી સાથે વધુ ડેટા ઈચ્છો છો તો વોડાફોન-આઈડિયાની ખાસ ઓફરવાળા આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન 180થી 365 દિવસ સુધીની વેલિડિટી ઓફર કરે છે. સાથે તેમાં ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આવો આ પ્લાન વિશે જાણીએ.

વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં 30જીબી એક્સ્ટ્રા ડેટા
કંપની પોતાના 180 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં 30જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી આપી રહી છે. 1749 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા ઓફર કરે છે. પ્લાનમાં બિંઝ ઓલ નાઇટ બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યો છે. તેમાં રાત્રે 12 કલાકથી સવારે 6 સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર અનલિમિટેડ ડેટા પણ મળશે. દરરોજ આ પ્લાનમાં 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં તમને દર મહિને 2જીબી સુધી ડેટા ડિલાઇટ્સ પણ મળશે.

વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં 50જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી
કંપની પોતાના 3699 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને 50જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી આપી રહી છે. પ્લાનમાં મળનાર ડેલી ડેટા 2જીબી છે. આ પ્લાનમાં પણ રાત્રે 12થી સવારે છ કલાક સુધી અનલિમિટેડ ડેટા મળે છે. 365 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ આપી રહી છે. પ્લાનમાં તમને વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઇટ્સ બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં છે. સૌથી ખાસ વાત છે કે આ પ્લાનમાં કંપની એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું મોબાઈલ સબ્સક્રિપ્શન ફ્રી આપી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news