Fastest Car: ભારતમાં આવી સૌથી હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક કાર, પલકારામાં બની જશે 'રોકેટ'
Trending Photos
નવી દિલ્હી: સ્પીડના શોખીનો માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે હવે ભારતમાં દુનિયાની સૌથી ઝડપી કાર લોન્ચ થઇ ચૂકી છે. સૌથી ખાસ વાત એ છે કે આ એક ઇલેક્ટ્રિક કાર છે જેને મુંબઇના એક ભારતીય સ્ટાર્ટઅપ વજીરાની ઓટોમોટિવ લઇને આવી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું બજાર ઝડપથી ફેલાઇ રહ્યું છે અને ધીમે ધીમે સામાન્ય લોકો ઇવીની તરફ શિફ્ટ થવા લાગ્યા છે.
શાનદાર લુક, દમદાર બેટરી
આ કારનું નામ એકોન્ક (Ekonk) છે અને આ એક સિંગલ સીટરની કાર છે. કંપની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાની સૌથી ઝડપી ચાલનાર ઇલેક્ટ્રિક કારમાંથી એક છે. સ્ટાર્ટઅપ તરફ્થી મંગળવારે લોન્ચ કરવામાં આવી છે. કારનો લુક એકદમ શાનદાર છે અને આ કોઇ રેસિંગ કાર જેવી લાગે છે. કારનું વજન લગભગ 740 કિલોગ્રામ છે અને તેમાં ઇનોવેટિવ બેટરી સોલ્યૂશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી હાજર કોમ્પ્લેક્સ લિક્વિડ કૂલિંગથી એડવાન્સ છે.
309 kmph ની ટોપ સ્પીડ
કારમાં દમદાર 722 હોર્સ પાવરનું એન્જીન આપવામાં આવ્યું છે અને કંપનીએ આ ઇલેક્ટ્રિક હાઇપર કારને તાજેતરમાં જ ઇન્દોરમાં ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કારે 309 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પ્રાપ્ત કરી હતી. ખાસ વાત એ છે કે 2.54 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે.
Vazirani Automotive has unveiled the Ekonk#ekonk #hypercar #unveiled #ElectricVehicles #mrc pic.twitter.com/JYx1e2oPew
— motographic (@CafeMotorcycle) October 25, 2021
કારના નામમાં પણ એક ખાસ મતલબ છુપાયેલો છે. Ekonk શબદને 'દિવ્ય રોશનીની શરૂઆત' સાથે જોડીને જોઇ શકાય છે. વજીરાની ઓટોમોટિવના ફાઉન્ડર અને CEO ચંકી વજીરાનીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવતાં જ દુનિયાભરની કંપનીને એક ખાલી કેનવાસથી શરૂઆત કરવી પડશે. ભારત માટે આ ઇવી યુગને તૈયાર કરવા અને આગળ વધવા માટે આ સૌથી યોગ્ય સમય છે.
એકોન્કથી મળનાર ડેટા અને ટેક્નિકલ કલેક્શનને કંપની શુલ પ્રોડક્શન વર્જનમાં ઉપયોગ કરશે. આ ભારતની પ્રથમ હાઇપર કાર છે, જેને કંપનીએ વર્ષ 2018 માં ગુડવુલ ફેસ્ટિવલ દરમિયાન કોન્સ્પેષ્ટ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. હવે કંપની ગ્રાહકો માટે એકોન્કની એક લિમિટેડ સીરીઝનું પ્રોડક્શન કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે