આ પાવરફુલ iPhone Tricks થી તમારા કામ થઈ જશે સરળ, આ રીતે કરો ઉપયોગ
Apple iPhone: દરેક iPhone યુઝરે આ ટ્રિક્સ વિશે જાણવું જ જોઈએ કારણ કે તે તમારા ઘણાં કામને સરળ બનાવી શકે છે, આ ટ્રિક્સ તમારો ઘણો સમય પણ બચાવી શકે છે.
Trending Photos
Tricks for iPhone Users: જો તમારી પાસે પણ આઇફોન છે જેનો ઉપયોગ તમે ફોટોગ્રાફી સાથે કોલિંગ અને મેસેજિંગ માટે કરો છો, તો આજે અમે તમારા માટે કંઈક નવું લઈને આવ્યા છીએ. તમે તમારા iPhoneથી કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કામ પણ કરી શકો છો. વાસ્તવમાં આજે અમે તમને iPhone ની કેટલીક હિડન ટ્રીક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા કામને સરળ બનાવી શકે છે અને તમારો ઘણો સમય પણ બચાવી શકે છે.
સ્પેસબાર કી વડે ઝડપથી ટાઈપીંગ કરો
જો તમે iPhone પર ઝડપથી ટાઈપ કરવા માંગતા હોવ તો સ્પેસબારને લાંબો સમય દબાવો અને કર્સરને ટેક્સ્ટના મુખ્ય ભાગની આસપાસ ઝડપથી ખેંચો. આ રીતે ઝડપી ટાઈપીંગ અને એડીટીંગ માટે કીબોર્ડ વર્ચ્યુઅલ ટ્રેકપેડમાં ફેરવાઈ જશે.
ઊંચાઈ કેવી રીતે માપવી
શું તમે જાણો છો કે તમે તમારા iPhoneથી તમે ઊંચાઈ પણ માપી શકો છો? તમે iPhone 12 Pro અને Pro Max અને iPhone 13 Pro અને Pro Max ના ખાસ LiDAR સેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 'મેશર એપ'નો ઉપયોગ કરીને ઊંચાઈ માપી શકો છો.
આઇફોન પાછળ આપવામાં આવેલ લોગોમાં પણ ઘણા અદ્ભુત ફીચર્સ છે. આ લોગોની સિક્રેટ ટેપ સર્વિસ, જેને બેક ટેપ ફીચર તરીકે નામ આપવામાં આવ્યું છે, તેની મદદથી તમે એપ્સ ખોલવા, સિરીને કમાન્ડ આપવા, ફોટા લેવા વગેરે જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો. તેના ડબલ અને ટ્રિપલ ટેપ ફીચર સાથે, તમે એક જ સમયે બે અથવા ત્રણ વસ્તુઓ કરી શકો છો. આ ફીચરને સેટિંગ્સમાંથી એક્ટિવેટ કરી શકાય છે.
ડોક્યુમેન્ટ્સ સ્કેન કરો
iPhone ની Notes એપમાં તમારી પસંદગીની વસ્તુઓ લખવાની સાથે તમે ડોક્યુમેન્ટ્સ પણ સ્કેન કરી શકો છો. તમે નોટ્સ એપ્લિકેશન પર તેને સ્કેન કરીને દસ્તાવેજને એડીટ કરી શકો છો, તેના પર તમારી પસંદગીના કલરનુ ફિલ્ટર પણ લાગુ કરી શકો છો તમે તેને PDF સ્વરૂપમાં પણ સેવ કરી શકો છો. જો તમે ઈચ્છો, તો તમે આ દસ્તાવેજોને તમારા iPhone અથવા iCloud અથવા Google Drive પર પણ સ્ટોર કરી શકો છો.
તમારી મનપસંદ ચેટ્સ પિન કરો
iPhoneની મેસેજ એપ પર, જો એવા લોકોની ચેટ હોય કે જેમની સાથે તમે વધુ વાત કરો છો અથવા જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો તમે તેમની ચેટને પિન કરી શકો છો. આ કરવા માટે, ચેટને જમણી તરફ સ્લાઇડ કરો, તમને યલો બેકગ્રાઉન્ડમા એક સફેદ 'થમ્બપીન' દેખાશે. તેના પર ક્લિક કરો અને તમારી ચેટ ટોચ પર જશે. તમે ચેટને અનપિન પણ કરી શકો છો.
આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે