શેમ્પૂમાં આ વસ્તુ ઉમેરી વાળ ધોવાનું શરુ કરો, રબ્બરમાંથી સરકી જાય એવા સિલ્કી થઈ જશે વાળ

Silky Hair: આજે તમને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવીએ જેને અજમાવીને તમે ફ્રિઝી વાળથી મુક્તિ મેળવી શકો છો અને વાળને સિલ્કી બનાવી શકો છો. આ ટિપ્સ અજમાવવામાં તમારે ખર્ચો પણ વધારે નહીં કરવો પડે કેટલીક ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને જ તમે તમારા વાળને સિલ્કી બનાવી શકો છો.

શેમ્પૂમાં આ વસ્તુ ઉમેરી વાળ ધોવાનું શરુ કરો, રબ્બરમાંથી સરકી જાય એવા સિલ્કી થઈ જશે વાળ

Silky Hair: ચોમાસામાં ડ્રાય વાળ અને ફ્રીઝી વાળની સમસ્યા વધી જાય છે. જો વાળ ડ્રાય હોય તો વધારે પ્રમાણમાં ખરે છે. તેવામાં વાળની ડ્રાયનેસથી મુક્તિ મેળવવા માટે મહિલાઓ મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ તેમ છતાં જોઈએ તેવું પરિણામ મળતું નથી અને વાળ સિલ્કી થતા નથી. પરંતુ આજે તમને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવીએ જેને અજમાવીને તમે ફ્રિઝી વાળથી મુક્તિ મેળવી શકો છો અને વાળને સિલ્કી બનાવી શકો છો. આ ટિપ્સ અજમાવવામાં તમારે ખર્ચો પણ વધારે નહીં કરવો પડે કેટલીક ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને જ તમે તમારા વાળને સિલ્કી બનાવી શકો છો.

વાળની ડ્રાઇનેસ દૂર કરવી હોય અને તેને સિલ્કી બનાવવા હોય તો શેમ્પુ કરતી વખતે કેટલીક વસ્તુઓમાં ઉમેરી દેવી જોઈએ આમ કરવાથી વાળની ડ્રાઇનેસ દૂર થઈ જશે. તો ચાલો તમને જણાવીએ કે શેમ્પુમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરી શકાય છે.

આ પણ વાંચો:

શેમ્પુમાં મધ ઉમેરો

વાળની ડ્રાઇનેસ ને દૂર કરવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે શેમ્પુ કરો ત્યારે તેમાં એક ચમચી મધ ઉમેરી દેવાનું રાખો. મધના કારણે વાળને પોષણ મળશે અને વાળનું મોઈશ્ચર જળવાઈ રહેશે.

એલોવેરા જેલ

વાળમાં શેમ્પુ કરતી વખતે શેમ્પુમાં એલોવેરા જેલ પણ મિક્સ કરી શકાય છે. તેનાથી વાળને જરૂરી પોષક તત્વો મળશે અને વાળની કુદરતી ચમક જળવાઈ રહેશે. વાળ ધોવા માટે તમે જે શેમ્પુ કાઢો તેમાં એક મોટી ચમચી એલોવેરા જેલ મિક્સ કરી અને થોડું પાણી મિક્સ કરી દેવું હવે આ શેમ્પુથી વાળ ધોવાનું રાખો.

એસેન્સીયલ ઓઇલ

વાળ ધોતી વખતે શેમ્પુમાં એસેન્સીયલ ઓઇલના બે થી ત્રણ ટીપા ઉમેરી શકાય છે. આમ કરવાથી વાળ સાફ પણ થઈ જશે અને ડ્રાઇનેસ દૂર થશે. સાથે જ વાળ શાઈની અને સોફ્ટ બનશે. 

જો તમારા વાળ વધારે પ્રમાણમાં જ ફ્રીઝી હોય તો વાળને ધોયા પહેલાં આ હેરપેક વાળમાં લગાડી લેવો. તેના માટે અડધો કપ એલોવેરા જેલમાં થોડું બદામનું તેલ ઉમેરીને તેને વાળમાં લગાડી એક કલાક માટે રાખો. ત્યાર પછી વાળને શેમ્પુ કરશો તો વાળની ડ્રાયનેસ દૂર થશે અને વાળ શાઈની બનશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news