Jio GigaFiber : આ તારીખથી શરૂ થઈ રહી છે ધમાકેદાર સર્વિસ, આ હશે પ્લાન
રિલાયન્સ જિયોએ 5 જુલાઇએ પોતાની બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiberની જાહેરાત કરી હતી
Trending Photos
નવી દિલ્હી : સસ્તા અને આકર્ષક પ્લાનના દમ પર ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા પછી રિલાયન્સ જિયોએ 5 જુલાઇએ પોતાની બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiberની જાહેરાત કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીએ 41મી એજીએમમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં જિયો ફોન-2 સિવાય જિયો GigaFiber બ્રોડબેન્ડ સેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે આના માટે રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જિયો GigaFiber માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે અને આના મારફતે કંપની બ્રોડબેન્ડના માર્કેટમાં એન્ટ્રી લેવાની છે. ખાસ વાત તો એ છે કે જિયો GigaFiber સાથે DTH કનેક્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જિયો GigaFiberના પ્લાનની વાત કરીએ તો આમાં શરૂઆતના પ્લાન 500 રૂ.થી માંડીને વધારેમાં વધારે 1500 રૂ.નો પ્લાન હશે.
કિંમત વૈદ્યતા ડેટા યુસેજ સ્પીડ
500 30 દિવસ 300GB 50 Mbps
750 30 દિવસ 450GB 50 Mbps
999 30 દિવસ 600GB 100 Mbps
1299 30 દિવસ 750GB 100 Mbps
1500 30 દિવસ 900GB 150 Mbps
ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ Jio GigaFiber સર્વિસ દિવાળી પહેલાં 7 નવેમ્બરે દેશના અનેક શહેરોમાં શરૂ કરી દેવામાં આવશે. આ સર્વિસને મેટ્રો સિટીઝ સાથે લગભગ 80 જેટલા ટાયર 1 અને ટાયર 2 શહેરોમાં શરૂ કરવામાં આવશે. આ માટે યુઝરે સૌથી સસ્તા પ્લાન હેઠળ 500 રૂ.ની ચૂકવણી કરવી પડશે.
જિયો Jio GigaTVમાં સેટ ટોપ બોક્સમાં હાઇ સ્પિડ બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પગ મુકતા જ ડેટા અને કોલ્સના દરમાં પડકાર ઉભો કર્યો હતો. આવી જ રીતે હવે બ્રોડબેન્ડ સેવામાં પણ પ્રાઇસ વોર શરૂ થવાની છે. જિયોની બ્રોડબેન્ડ સર્વિસને કારણે સૌથી વધુ નુકસાન એરટેલને થાય એવી શક્યતા છે. આ પ્રાઇસ વોરનો યુઝર્સને પુરેપુરો ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે