Upcoming: જૂન મહિનામાં લોન્ચ થઈ રહ્યા છે આ ધાંસૂ smartphones,નવો ફોન ખરીદતા પહેલા ચેક કરી લેજો લિસ્ટ
Upcoming Smartphone: આવતા મહિને કેટલાક શાનદાર સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. જો તમે પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ લિસ્ટ એકવાર જરૂર ચેક કરી લેજો..
Trending Photos
Upcoming Smartphone: દર મહિને કોઈને કોઈ મોબાઈલ કંપની તેના નવા બજેટ, ફ્લેગશિપ અથવા પ્રીમિયમ સ્માર્ટફોનને માર્કેટમાં લૉન્ચ કરે છે. મે મહિનામાં ઘણા શાનદાર ફોન લોન્ચ કર્યા બાદ હવે જૂનમાં કેટલાક શાનદાર સ્માર્ટફોન લોન્ચ થશે. જો તમે તમારા માટે અથવા પરિવારના કોઈ વ્યક્તિ માટે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ લિસ્ટ એકવાર જરૂર ચેક કરી લેજો..
ટિપસ્ટર દેબયાન રોયે ટ્વિટર પર આવનારા સ્માર્ટફોનની લિસ્ટ શેર કરી છે. ટિપસ્ટર અનુસાર, Realme 11 Pro, Realme 11 Pro+, Galaxy F54, OnePlus Nord, iQOO Neo 7 Pro, Infinix Note 30 સિરીઝ અને Oppo Reno 10 સિરીઝ જૂનમાં લૉન્ચ થઈ શકે છે. જો કે, હજુ સુધી Oppo સિરીઝ વિશે કોઈ કનફર્મેશન નથી. એટલે કે તે જુલાઈમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો:
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
રૂપ નહી 'રૂપિયા' મારો પરમેશ્વર, રૂપની 'રાણીઓ' એ રૂપિયાના 'રાજા'ઓ સાથે કર્યા લગ્ન
હવે એજન્ટ વગર બે મિનિટમાં બુક કરો ટ્રેનની ટિકિટ, જાણો પ્રોસેસ
વનપ્લસ નોર્ડ 3
OnePlus ની Nord સિરીઝનો નવો સ્માર્ટફોન Oneplus Nord 3 જેને કંપની જૂનમાં લોન્ચ કરશે. આ ફોનમાં 6.74 ઇંચ ડિસ્પ્લે, Mediatek Dimensity 9000 પ્રોસેસર, 50MP Sony IMX890 OIS + 8MP UW+ 2MP ત્રીજો કેમેરો મળશે. ફ્રન્ટમાં સેલ્ફી માટે 16MP કેમેરા ઉપલબ્ધ હશે. ફોનની કિંમત 30,000 થી 32,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Infinix Note 30 સિરીઝ
Infinixએ વૈશ્વિક સ્તરે Note 30 સિરીઝ લોન્ચ કરી છે. તેને કેટલાક પસંદગીના બજારોમાં લોન્ચ કરવામાં આવી છે. ટૂંક સમયમાં કંપની તેને ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. Infinix Note 30 સિરીઝ હેઠળ વૈશ્વિક સ્તરે ચાર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Note 30, Note 30i, Note 30 5G અને Infinix Note 30 Proનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચ FHD પ્લસ ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ મળે છે. Infinix Note 30 Proમાં 108MP કેમેરા, 5000 mAh બેટરી અને MediaTek Helio G99 ચિપસેટનો સપોર્ટ છે.
Realme 11 Pro 5G સિરીઝ
Realme એ ચીનમાં Realme 11 Pro 5G સિરીઝ લોન્ચ કરી છે. હવે કંપની ટૂંક સમયમાં આ સીરીઝ ભારતમાં પણ લોન્ચ કરશે. આ શ્રેણી હેઠળ 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે, જેમાં Realme 11 Pro અને Realme 11 Pro+ સામેલ છે. બંને સ્માર્ટફોનમાં 6.7-ઇંચ ફુલ એચડી પ્લસ કર્વ્ડ ડિસ્પ્લે, ઓક્ટાકોર 6nm મીડિયાટેક ડાયમેન્સિટી 7050 SoC અને 5000 mAh બેટરી મળશે. 67W ફાસ્ટ ચાર્જર બેઝ વેરિઅન્ટમાં અને 100W ફાસ્ટ ચાર્જર પ્રો વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.
આ પણ વાંચો:
શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ?
Aston Martin DB12 લોન્ચ, કિંમત રૂ 4.8 કરોડ; 325kmphની ટોપ સ્પીડ
ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ, નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે