FB-Whats APP જેવા સોશિયલ મીડિયા પર લાગ્યો TAX, દરરોજ આપવા પડશે 3.35 પૈસા!

સોશિયલ મીડિયાનો બેધડક ઉપયોગ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. હવે સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપ પર ટેક્સ લાગી ગયો છે. ટેક્સ લાગવાથી હવે યૂજર્સને દરરોજ 0.05 ડોલર એટલે કે 3 રૂપિયા 35 પૈસા ચૂકવવા પડશે.

FB-Whats APP જેવા સોશિયલ મીડિયા પર લાગ્યો TAX, દરરોજ આપવા પડશે 3.35 પૈસા!

નવી દિલ્હી: સોશિયલ મીડિયાનો બેધડક ઉપયોગ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. હવે સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપ પર ટેક્સ લાગી ગયો છે. ટેક્સ લાગવાથી હવે યૂજર્સને દરરોજ 0.05 ડોલર એટલે કે 3 રૂપિયા 35 પૈસા ચૂકવવા પડશે. જોકે, આવું ભારતીય યૂજર્સ સાથે થયું નથી. પરંતુ યુગાંડાની સંસદે સોશિયલ મીડિયાના ઉપયોગ કરનારાઓ પર ટેક્સ લગાવવાનો કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાનૂન હેઠળ જે લોકો ફેસબુક, વોટ્સઅપ, વાઇબર અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે, તેમને આ ટેક્સ ચૂકવવો પડશે. જોકે આ પ્રકારનો કાયદો બનતાં અહીં કોંટ્રોવર્સીનો મુદ્દો બની ગયો છે. 

શું છે સમગ્ર મામલો?
યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવનીએ આ કાયદાનું સમર્થન કરતાં કહ્યું કે આ કાનૂન એટલા માટે લાગૂ કરવામાં આવી રહ્યો છે કે જેથી સોશિયલ મીડિયા પર કારણ વિના વધતી જતી ગોસિપ અને અફવાઓને રોકવાનો છે. આ કાયદો 1 જૂલાઇથી લાગૂ થશે. પરંતુ તેને કયા પ્રકારે લાગૂ કરવામાં આવશે, આ વાતને લઇને હજુ સુધી અસમંજસની સ્થિતિ બનેલી છે. નવી એક્સાઇઝ ડ્યૂટી બિલમાં બીજા ઘણા પ્રકારના ટેક્સ પણ છે જેમાં કુલ મોબાઇલ મની ટ્રાંજેક્શનમાં અલગથી 1 ટકા ટેક્સ આપવાનો હોય છે.

ગરીબો પર અસર પડશે
મોઇબાઇલ ટ્રાંજેક્શન પર લાગનાર ટેક્સથી સૌથી વધુ નુકસાન યુગાંડાના ગરીબ વર્ગને થશે. કારણ કે ગરીબ વર્ગ ઘણી બેકિંગ સર્વિસ જેવી સુવિધાઓનો ઉપયોગ કરે છે. તેના પર સોશિયલ મીડિયા ટેક્સથી બમણો ભાર પડી શકે છે.

કેમ લગાવ્યો આ ટેક્સ?
યુગાંડાના નાણામંત્રી ડેવિડ બહાટીએ સંસદમાં કહ્યું કે આ વધતા જતાં ટેક્સ યુગાંડાના રાષ્ટ્રીય દેવાને ઓછું કરવા માટે લગાવવામાં આવ્યા છે. જોકે વિશેષજ્ઞો અને કેટલાક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સે સોશિયલ મીડિયા પર લગાવવામાં આવનાર આ ટેક્સ અને તેને દરરોજ લાગૂ કેવી કરવામાં આવશે, તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ પહેલાં જ યુગાંડા સરકાર મોબાઇલ સિમ કાર્ડ્સના રજીસ્ટ્રેશનના મુદ્દે ઝઝૂમી રહી છે. 

કેવી રીતે ખબર પડશે કોણ કરી રહ્યું છે ઉપયોગ?
ન્યૂજ એજન્સી રોયટર્સના અનુસાર યુગાંડામાં 2.3 કરોડ મોબાઇલ ઉપભોક્તા છે, જેમાંથી ફક્ત 1.7 કરોડ જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે અધિકારી આ કેવી તપાસ કરશે કે કોણ સોશિયલ મીડિયાનો ઉપયોગ રહ્યું છે અને કોણ નહી. 

ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો થશે
રાષ્ટ્રપતિ મુસેવનીએ માર્ચમાં જ આ કાયદાને લાગૂ કરવાની વકિલાત શરૂ કરી દીધી હતી. તેમણે નાણા મંત્રાલયને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવવાથી દેશના હિતમાં રહેશે અને તેનાથી અફવાઓથી બચવામાં બચવામાં મદદ મળશે. પરંતુ તેમની તરફથી જવાબમાં એમ કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ટેક્સ ન લગાવવો જોઇએ. કારણ કે તેનો ઉપયોગ શિક્ષણ અને રિસર્ચ માટે કરવામાં આવે છે. ટિકાકારોનું કહેવું છે કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતાને બાધિત કરશે પરંતુ, મુસેવનીએ આ બધા કયાસોને એમ કહીને નજરઅંદાજ કરી દીધા હતા કે તેનાથી ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરશે. 

પહેલાં પણ સોશિયલ મીડિયા પર લાગ્યો હતો પ્રતિબંધ
રોયટર્સને માર્ચમાં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાષ્ટ્રપતિ મુસેવનીએ કહ્યું હતું કે આપણે દેશની સુરક્ષા માટે ફંડની શોધમાં છીએ. એવા ફંડથી દેશમાં વિજળીની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય. વધુ વિજળી મળવાથી લોકો સોશિયલ મીડિયાનોપ વધુ આનંદ લઇ શકશે. સોશિયલ મીડિયા દેશના રાજકારણ માં સત્તા પક્ષ અને વિપક્ષ બંને માટે મહત્વપૂર્ણ ભાગ છે. 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મુસેવનીના અનુસાર આ અફવાઓને રોકવા માટે કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news