ટ્વિટર પર મોડી રાત્રે ઘણા એકાઉન્ટ એકસાથે થયા લોક, સવાર સુધી ધંધે લાગી સપોર્ટ ટીમ

24 સપ્ટેમ્બરની સવારે 1:10 પર ટ્વિટરના સત્તાવાર સપોર્ટ એકાઉન્ટ (@TwitterSupport ) પરથી ટ્વિટરએ આ બંને સમસ્યાઓની પુષ્ટિ પણ કરી, જેમાં સમય પર ટ્વીટ્સમાં મોડા સાથે-સાથે ખાતાને 'ભૂલથી બંધ' થવાની સૂચના આપવામાં આવી હતી.

ટ્વિટર પર મોડી રાત્રે ઘણા એકાઉન્ટ એકસાથે થયા લોક, સવાર સુધી ધંધે લાગી સપોર્ટ ટીમ

નવી દિલ્હી: વિશ્વની સૌથી ચર્ચિત સોશિયલ મીડિયા ટ્વિટર (Twitter) આજે સવારે ઘણા વપરાશકર્તાના એકાઉન્ટ આપમેળે લોક થઇ ગયા, જ્યારે આ લોક્ડ એકાઉન્ટથી એવી કોઇ ટ્વીટ પોસ્ટ કરવામાં આવી નથી. જેથી ટ્વિટરના કન્ટેન્ટ અને ડેટા સંબંધી નિયમોનું ઉલ્લંઘન થતું હોય. આ સાથે જ ઘણા યૂજર્સના ટ્વીસ્ટ ખૂબ મોટા ટ્વિટર પર પોસ્ટ થઇ રહ્યા હતા અથવા ટ્વીટ ટાઇમ પર જલદીથી દેખાઇ રહી ન હતી. 

24 સપ્ટેમ્બરની સવારે 1:10 પર ટ્વિટરના સત્તાવાર સપોર્ટ એકાઉન્ટ (@TwitterSupport ) પરથી ટ્વિટરએ આ બંને સમસ્યાઓની પુષ્ટિ પણ કરી, જેમાં સમય પર ટ્વીટ્સમાં મોડા સાથે-સાથે ખાતાને 'ભૂલથી બંધ' થવાની સૂચના આપવામાં આવી હતી.

ટ્વિટર સપોર્ટએ ટ્વીટ કર્યું 'અમે ઘણા એવા એકાઉન્ટ જોઇ રહ્યા છીએ જે ભૂલથી લોક અથવા સીમિત થઇ ગયા છે અને એટલા માટે નહી કે તેમણે કોઇ વિશેષ વિષય વિશે ટ્વીટ કર્યું છે. અમે તેને પૂર્વવત કરવા અને તે ખાતાને ફરીથી સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છે. 

— Twitter Support (@TwitterSupport) September 23, 2020

આ સાથે જ ટ્વિટરએ પણ કહ્યું કે આ ભૂલનું કારણ કેટલાક શરતોમાં ફોલોવર અને તેમની સંખ્યા પણ પ્રભાવિત થઇ શકે છે જેને અમે જલદી જ દૂર કરી દઇશું. 

ટ્વિટર પર અકસ્માત લોકિંગ અથવા એકાઉન્ટ્સને સીમિત કરવાનો આ ઘટનાક્રમ 2020ની અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આવ્યું છે અને તેને ટ્વિટર દ્વારા સોશિયલ નેટવર્કના માધ્યથી ફેલાઇ રહેલી ભૂલો અને ભ્રામક સૂચનાઓ પર નકેલ કસવા અને પોતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર ખાતાઓને હટાવવા સંબંધી કાર્યવાહીના રૂપમાં જોઇ રહ્યા છે. 

સવારે 4:38 ટ્વિટરના સત્તાવાર સપોર્ટ એકાઉન્ટ (@TwitterSupport) એ આ સમસ્યાને દૂર કરવાની વાત કહી અને કહ્યું કે હવે તમારા ટ્વીટ તમને ટાઇમ લાઇન પર સમય પર આવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news