Twitter Down: ટ્વિટર થયું ડાઉન, દુનિયાભરના યૂઝર્સ પર જોવા મળી અસર, મીમ્સ વાયરલ

Twitter Down: એલન મસ્કના કારણે વિવાદોમાં રહેલું ટ્વિટર ડાઉન થઈ ગયું છે. તેનું સર્વર ડાઉન થવાને કારણે એપની સાથે વેબસાઈટને પણ અસર થઈ છે.

Twitter Down: ટ્વિટર થયું ડાઉન, દુનિયાભરના યૂઝર્સ પર જોવા મળી અસર, મીમ્સ વાયરલ

Twitter Outrage: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઘણી મિનિટો માટે ડાઉન છે. જેના કારણે તેના લાખો કરોડો યુઝર્સ પર અસર પડી છે. ટ્વિટરની એપની સાથે તેની વેબસાઈટ પણ ડાઉન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર લગભગ 10:18 વાગ્યાની આસપાસ બંધ થઈ ગયું. આ સમય દરમિયાન સમગ્ર વિશ્વમાં લોકો તેની વેબસાઇટ અને એપ ખોલવામાં અસમર્થ હતા. જ્યારે ટ્વિટર ડાઉન થતાં લોકો સોશિયલ મીડિયા પર જોરદાર મીમ્સ બનાવી રહ્યા છે, કેટલાક એલોન મસ્કને તેના વિશે ટોણા મારી રહ્યા છે, જ્યારે કેટલાક પૂછી રહ્યા છે કે શું આ દિવસ માટે ટ્વિટર બ્લુ વિકલ્પ મળ્યો છે. તો ત્યાં કોઈ મીમ શેર કરીને લખે છે કે શું ટ્વિટર કામ કરી રહ્યું છે?

એક મીમ આ પણ વાયરલ થઇ રહ્યું છે
તેમાં યુઝરે ફિલ્મ હેરાફેરીનો એક મીમ શેર કર્યો અને લખ્યું કે ટ્વિટર પર જ ટ્વિટર ડાઉનના સમાચાર તપાસવા દોડી રહ્યો છું...

— Varun Ganjoo (@Ganjoo_Varun) February 23, 2023

ઘણા યૂઝર્સ આ સમયગાળા દરમિયાન તેમના એકાઉન્ટ્સને ઍક્સેસ કરવામાં અસમર્થ હતા, જ્યારે ઘણા યૂઝર્સ તેમના ફીડ પર કોઈપણ નવી ટ્વીટ્સ જોવામાં અસમર્થ હતા. જ્યારે ટ્વિટર ડાઉન હતું, ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જ #TwitterDown નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. લોકો આ હેશટેગ સાથે સતત ટ્વિટ કરીને પૂછે છે કે શું ટ્વિટર ડાઉન છે.

લોકોએ ટ્વિટર પર શરૂ કર્યો ટ્રેન્ડ
દુનિયાભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર થઇ રહેલી આઉટેઝ પર નજર કરનાર Downdetector એ જણાવ્યું કે બુધવારે 5.17 5.17 AM EST (ભારતીય સમયાનુસાર 3.47 PM) ટ્વિટરમાં લોગીન કરવા પર યૂઝર્સને પરેશાની થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news