₹9500 થી ઓછામાં ખરીદો આ ચાર 5G સ્માર્ટફોન, બધામાં મળશે 50MP કેમેરા અને 5000mAhની બેટરી

જો તમે પણ 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં 5જી સ્માર્ટફોન લેવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અમે તમારા માટે સસ્તા 5જી ફોનની વિગત લાવ્યા છીએ. તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સસ્તામાં આ 5જી ફોન ખરીદી શકો છો. 

₹9500 થી ઓછામાં ખરીદો આ ચાર 5G સ્માર્ટફોન, બધામાં મળશે 50MP કેમેરા અને 5000mAhની બેટરી

નવી દિલ્હીઃ 5G ફોન ખરીદવાનો પ્લાન છે પરંતુ બજેટ ટાઇટ છે તો ચિંતા ન કરો, કારણ કે બજારમાં ઘણી બ્રાન્ડ્સ પોતાના સસ્તા 5G ફોન લાવી ચુકી છે. અમે તમારી સુવિધા માટે એક લિસ્ટ તૈયાર કર્યું છે. લિસ્ટમાં અમે એવા 5G ફોન સામેલ કર્યાં છે, જે ઓફર બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 9500 રૂપિયાથી ઓછા ભાવમાં મળી રહ્યાં છે. બસ તમારે બેન્ક ઓફરનો લાભ લેવો પડશે. લિસ્ટમાં સૌથી સસ્તો 5G ફોન 8299 રૂપિયાનો છે. બધામાં 50 મેગાપિક્સલનો મેન રિયર કેમેરો અને 5000 એમએએચની બેટરી મળશે. જુઓ લિસ્ટ...

POCO M6 5G
ફોનનું 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળું મોડલ  Flipkart પર 10499 રૂપિયામાં મળી રહ્યું છે પરંતુ બેન્ક ઓફરનો લાભ લઈને તમે તેના પર 1000 રૂપિયાની છૂટ મેળવી શકો છો, ત્યારબાદ તેની પ્રભાવી કિંમત 9499 રૂપિયા રહી જશે. ફોનમાં 6.74 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, ડાઇમેન્સિટી 6100 પ્લસ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરો, 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને 5000 એમએએચની બેટરી છે.

itel P55 5G
ફોનનું 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળું મોડલ  Flipkart પર 9930 રૂપિયામાં મળી રહ્યું છે, પરંતુ બેન્ક ઓફરનો લાભ લઈને તમે 1000 રૂપિયાની છૂટ મેળવી શકો છો, ત્યારબાદ તેની પ્રભાવી કિંમત 8930 રૂપિયા રહી જશે. ફોનમાં 6.6 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઈમેન્સિટી 6080 પ્લસ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 એમએએચની બેટરી છે. 

Lava Blaze 5G
ફોનનું 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળું મોડલ Amazon પર 9299 રૂપિયામાં મળી રહ્યું છે, પરંતુ બેન્ક ઓફર હેઠળ 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેની કિંમત 8299 રૂપિયા રહી જશે. ફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઇમેન્સિટી 700 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 એમએએચની બેટરી છે. 

Lava Blaze 2 5G
ફોનનું 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળું મોડલ એમેઝોન પર 9999 રૂપિયામાં મળી રહ્યું છે, તેમાં તમને 1 હજાર રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યારબાદ તેની કિંમત 8999 રૂપિયા રહી જશે. ફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, મીડિયાટેક ડાઇમેન્સિટી 6020 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 5000 એમએએચની બેટરી મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news