ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM

સરકારે બજેટ 2019માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપી છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટક કરવા માટે જીએસટી પરિષદમાં કહેવામાં આવ્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક વાહન માટે લેવામાં આવેલી લોનના 1.50 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી છૂટના લીધે કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં લાગી ગઇ છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી છે. આ વો જાણીએ એવી જ ઇલેક્ટ્રિક કારો વિશે જે ટૂંક સમયમાં માર્કેટમાં આવવાની છે. 
ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM

નવી દિલ્હી: સરકારે બજેટ 2019માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપી છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટક કરવા માટે જીએસટી પરિષદમાં કહેવામાં આવ્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક વાહન માટે લેવામાં આવેલી લોનના 1.50 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી છૂટના લીધે કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં લાગી ગઇ છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી છે. આ વો જાણીએ એવી જ ઇલેક્ટ્રિક કારો વિશે જે ટૂંક સમયમાં માર્કેટમાં આવવાની છે. 

હ્યુન્ડાઇની કોના
હ્યુન્ડાઇએ મંગલવાને પોતાની ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી. 25 લાખ રૂપિયાની કિંમતવાળી કોનાની ખાસિયત એ છે કે એકવાર ચાર્જ કરતાં 452 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ કાર લોન્ચ થઇ ચૂકી છે. 

મહિંદ્વા લાવશે e2o Plus
મહિંદ્વા ટૂંક સમયમાં જ પોતાની નાની ઇલેક્ટ્રિક કાર e2o Plus લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિંદ્વા ઇલેક્ટ્રિક eKUV100 તેની જગ્યા લઇ શકે છે. eKUV100 ને 18.5kWh ની બેટરી સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ કાર 41 પીએસનો પાવર અને 91 એનએમનો ટોર્ક આપશે. એવા સમાચાર છે કે આ કાર એકવાર ચાર્જ થતાં 150 થી 180 કિલોમીટર દોડશે. તેની કિંમત 9 થી 10 લાખ રૂપિયા થઇ શકે છે. 

મારૂતિની વેગનઆર
મારૂતિ સુઝુકી વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્જન લાવી શકે છે. મારૂતિએ તેનું ઇલેક્ટ્રિક વર્જન વર્ષ 2018માં દિલ્હીમાં ગ્લોબલ મોબિલિટી સમિટમાં બતાવવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે વેગનઆરનું ઇલેક્ટ્રિકલ વર્જન આગામી વર્ષ આવી શકે છે. કંપની દેશભરમાં લગભગ 50 કારો દ્વારા ટેસ્ટિંગ કરી રહી છે. 

ટાટા મોટર્સની અલ્ટ્રોઝ
ટાટા મોટર્સે જિનેવા મોટર શો 2019માં આ કારને શોકેસ કર્યો હતો. ટાટા મોટર્સ તેનું ઇલેક્ટ્રિક વર્જન લાવી શકે છે. અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેક કાર છે. જોકે આ કારની ટેક્નિકલ ડિટેલ્સ વિશે કંપની ખૂબ વધુ જાણકારી આપી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે એકવાર ચાર્જ કરતાં આ કાર 250 કિમી સુધી ચાલી શકે છે. 

એમજી eZS ઇલેક્ટ્રિક
એમજી હેક્ટર બાદ એમજી મોટર્સ પોતાની બીજી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવી  ઇલેક્ટ્રિક કાર એમજી eZS લાવી શકે છે. આ વર્ષના અંત સુધી લોન્ચ થઇ શકે છે. આ કાર એકવાર ચાર્જ થતાં 350 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની કિંમત 25 થી 30 લાખ રૂપિયા વચ્ચે હશે. 

ઓડી
તાજેતરમાં જ ઓડીની આ ઇલેક્ટ્રિક કારને દેશમાં રજૂ કરવામાં આવી છે. આ પહેલી લક્સરી એસયૂવી હશે, જે આ વર્ષના અંત સુધી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ઓડીની આ કારની બેટરી પાવર વિશે વધુ જાણકારી નથી. અહીં એકવાર થતાં 400 કિલોમીટર સુધી ચાલશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news