વરસાદ ક્યાં સુધી નહિ પડે તેની આગાહી કરી હવામાન વિભાગે, જાણો

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે એવુ મોઢુ ફેરવ્યું છે કે, માંડ ક્યાંક છાંટા વરસી પડે છે. આ વચ્ચે આજે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ, હજી પણ ગુજરાતના આકાશમાંથી વરસાદ વરસવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી.

વરસાદ ક્યાં સુધી નહિ પડે તેની આગાહી કરી હવામાન વિભાગે, જાણો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે એવુ મોઢુ ફેરવ્યું છે કે, માંડ ક્યાંક છાંટા વરસી પડે છે. આ વચ્ચે આજે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ, હજી પણ ગુજરાતના આકાશમાંથી વરસાદ વરસવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી.

રાજસ્થાની પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને શાર્પ શૂટર્સ બોલાવી મારી નાંખ્યો

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઇ સંભાવના નથી. સાથે હવામાન વિભાગે ગુજરાતના દરિયા કાંઠે માછીમારો માટે 3 દિવસની વોર્નિંગ પણ આપી છે. નોંધનીય છે કે, આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં છૂટો છવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આગામી એક સપ્તાહ સુધી કોઈ વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યુ છે. આ વર્ષે અત્યાર સુધી સિઝનનો 24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આવામાં ગુજરાતમાં પણ ચોમાસા પહેલા સારો એવો વરસાદ વરસ્યો હતો. પણ આ વરસાદ વાયુ વાવાઝોડાની અસરને પગલે પડ્યો હતો. ગુજરાતમાં જે 24 ટકા વરસાદ વરસ્યાની વાત કરાઈ છે, તે મોટાભાગે વાયુ વાવાઝોડાની અસરને કારણે હતો. ત્યારે એક અઠવાડિયાથી વરસાદ ન વરસાદ સૌથી વધુ ચિંતાતુર ગુજરાતના ખેડૂતો બન્યા છે. જેમણે સમયસર વાવણી તો કરી લીધી છે, પણ હવે પાણી વગર પાકનું શુ થશે તે ચિંતા તેને સેવાઈ રહી છે. તો બીજી તરફ, નાગરિકો પણ અસહ્ય બફારાને કારણે કંટાળ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news