7 એપ્રિલે આવશે Tata Neu સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ

ટાટા 7 એપ્રિલે પોતાની મોબાઇલ એપ Tata Neu લોન્ચ કરવાની છે. આ એક સુપર એપ છે અને તેની મદદથી યૂઝર્સ ઓનલાઇન શોપિંગ, બિલ પેમેન્ટ, હોટલ બુકિંગ, રિચાર્જ સહિત અન્ય કામ કરી શકશે. 
 

7 એપ્રિલે આવશે Tata Neu સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ

નવી દિલ્હીઃ ટાટા ડિજિટલ વર્લ્ડમાં મોટો ધમાકો કરવાનું છે. કંપની 7 એપ્રિલે પોતાની જબરદસ્ત મોબાઇલ એપ Tata Neu લોન્ચ કરવાની છે. આ એક પ્રકારની ઓલ-ઇન-વન એપ છે. આ એપ દ્વારા યૂઝર શોપિંગ કરવાની સાથે પેમેન્ટ પણ કરી શકશે. કંપનીએ આ એપની લોન્ચ ડેટનો ખુલાસો ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર લિસ્ટિંગથી કર્યો છે. ટાટાની આ એપ જિયો, એમેઝોન અને ગૂગલને મોટી ટક્કર આપી શકે છે. 

એક એપથી થઈ જશે બધા કામ
ટાટા  Neu એક સુપર એપની જેમ કામ કરશે. તેની મદદથી યૂઝર પોતાની ડેલી ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ શોપિંગથી લઈને ફ્લાઇટ અને હોલિડે બુકિંગ પણ કરાવી શકશે. તેવામાં યૂઝર્સને એર એશિયા ફ્લાઇટ્સ અને તાજ ગ્રુપની હોટલ્સને પણ બુક કરાવવાની સુવિધા મળશે. ગ્રોસરી શોપિંગ માટે તેમાં બિગ બાસ્કેટનો ઓપ્શન આપવામાં આવ્યો છે. તેવામાં યૂઝર્સ મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ સિવાય લાઇટનું બિલ પણ ભરી શકશે. 

UPI પેમેન્ટ્સનો પણ વિકલ્પ
આ એપમાં યૂઝર્સને ફાઇનાન્સ સાથે જોડાયેલી તમામ સર્વિસ પણ મળશે. તેમાં યૂઝર્સ Tata Pay UPI દ્વારા સીધા પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સના બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલી શકશે. તેવામાં તમને સરકારી UPI અને EMI ઓફર ઓપ્શન પણ મળશે. યૂઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે કંપની આ એપ દ્વારા ઓનલાઇન કે ફિઝિકલ શોપિંગ કરનાર યૂઝર્સને રિવોર્ડ્ પોઈન્ટ્સ તરીકે NeuCoins પણ આપશે. 

એન્ડ્રોયડ અને iOS દ્વારા થશે રોલઆઉટ
ટાટાની આ એપ એન્ડ્રોયડની સાથે iOS યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે. ટાટા આ એપ પર ઘણા સમયથી કામ કરી રહ્યું હતું. આ એપ દ્વારા ટાટાનો પ્રયાસ છે કે તે યૂઝર્સ સારો ડિજિટલ અનુભવ કરે. Tata Neu એપ આવ્યા બાદ અન્ય ઓનલાઇન કંપનીઓની મુશ્કેલી વધી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news