Swift Wagon R Alto નું કોઈ ભાવ પણ પૂછતું નથી! બધા આ એક જ કારના દિવાના, કિંમત 6.56 લાખ

Best Selling Hatchback Car: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં હેચબેક સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખે છે. ફેબ્રુઆરી 2023માં વેચાયેલી ટોપ 4 કાર મારુતિ સુઝુકીની છે અને આ તમામ કાર હેચબેક સેગમેન્ટની છે.

Swift Wagon R Alto નું કોઈ ભાવ પણ પૂછતું નથી! બધા આ એક જ કારના દિવાના, કિંમત 6.56 લાખ

Best Selling Hatchback- Maruti Baleno: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં હેચબેક સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખે છે. ફેબ્રુઆરી 2023માં વેચાયેલી ટોપ 4 કાર મારુતિ સુઝુકીની છે અને આ તમામ કાર હેચબેક સેગમેન્ટની છે. આ વાંચીને તમને લાગશે જ કે મારુતિ અલ્ટો અથવા વેગનઆર સૌથી વધુ વેચાતી કાર રહી હશે. પરંતુ તે એવું નથી. મારુતિ સુઝુકી બલેનો ફેબ્રુઆરી 2023 મહિનામાં સૌથી વધુ વેચાતી કાર હતી. તેણે અલ્ટો, વેગનઆર અને સ્વિફ્ટને પાછળ છોડી દીધી.

1. Maruti Baleno
ફેબ્રુઆરી 2023માં મારુતિ સુઝુકીએ (Maruti Baleno)બલેનોના 18,592 યુનિટ વેચ્યા હતા જ્યારે ફેબ્રુઆરી 2022માં 12,570 યુનિટ્સનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 47.91 ટકાનો વધારો થયો છે. ચાલો આપણે જાણીએ કે મારુતિ બલેનોની (Maruti Baleno) કિંમતની રેન્જ રૂ. 6.56 લાખથી રૂ. 9.83 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.

2. Maruti Swift
સ્વિફ્ટ (Maruti Swift) બીજા નંબરે રહી. ફેબ્રુઆરી 2023માં તેણે 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જ્યારે ફેબ્રુઆરી 2022માં 19,202 યુનિટ્સનું વેચાણ થયું હતું. તેના વેચાણમાં 4.11% (વાર્ષિક) ઘટાડો થયો છે.

3. Maruti Alto
મારુતિ સુઝુકી અલ્ટો (Maruti Alto) ત્રીજા નંબરે હતી, જેણે ફેબ્રુઆરી 2023માં 18,114 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 11,551 યુનિટ્સ કરતાં 56.82 ટકા વધુ છે.

4. Maruti Wagon R
મારુતિ વેગન આર ચોથા નંબરે હતી. તેણે ફેબ્રુઆરી 2022માં 14,669 એકમોનું વેચાણ કર્યું હતું, જે અગાઉના મહિનામાં (ફેબ્રુઆરી 2023) 16,889 એકમોનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેનું વેચાણ 15.13% વધ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news