Indian Railways: આ લોકોને ભાડામાં મળશે 40થી 50 ટકાની રાહત, સંસદમાં થયો મોટો ખુલાસો

Indian Railways News: ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાધા મોહન સિંહની આગેવાની હેઠળની રેલ્વે મંત્રાલય પરની સંસદીય સ્થાયી સમિતિએ રેલ્વે મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત પુનઃસ્થાપિત કરવા માટે સહાનુભૂતિપૂર્વક વિચાર કરે.

Indian Railways: આ લોકોને ભાડામાં મળશે 40થી 50 ટકાની રાહત, સંસદમાં થયો મોટો ખુલાસો

Indian Railway Train Ticket Concession For Senior Citizen: ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) માટે સારા સમાચાર છે. રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટ અંગે એક વિશેષ અપડેટ બહાર આવ્યું છે. વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ટિકિટ (Train Ticket) પર આપવામાં આવેલી છૂટ ફરી એકવાર આપવામાં આવી આવી શકે છે. 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષો અને 58 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રેલ્વે તરફથી ટ્રેન ટિકિટમાં ભારે ડિસ્કાઉન્ટનો લાભ મળતો હતો, જે ફરીથી શરૂ કરી શકાય છે.

સમિતિએ આગ્રહ કર્યો હતો
ભારતીય રેલ્વે પરની સંસદીય સમિતિએ સરકારને રેલ્વે તરફથી સીનિયર સીટિઝનને છૂટ બહાલ કરવા વિનંતી કરી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાધા મોહન સિંહની આગેવાની હેઠળની રેલ્વે મંત્રાલય પરની સંસદીય સ્થાયી સમિતિએ રેલ્વે મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત પુનઃસ્થાપિત કરવા માટે સહાનુભૂતિપૂર્વક વિચાર કરે.

સમાચાર એજન્સીને માહિતી આપવામાં આવી છે
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સમિતિએ કહ્યું કે રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સમિતિએ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પર તેના 12મા એકશન ટેકન રિપોર્ટ (17મી લોકસભા)માં પણ આ ઈચ્છા વ્યક્ત કરી હતી. આને ઓછામાં ઓછું સ્લીપર ક્લાસ અને થર્ડ એસી ક્લાસમાં ધ્યાનમાં લઈ શકાય જેથી નબળા અને ખરેખર જરૂરિયાતમંદ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે.

પહેલાં મળતી હતી છૂટ
માર્ચ 2020 પહેલાં રેલ્વે વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં રેલ્વે મુસાફરી કરવા માટે તમામ વર્ગોમાં મહિલાઓને ભાડામાં 50 ટકા અને પુરૂષોને 40 ટકાની છૂટ આપતી હતી. રેલ્વેમાંથી આ છૂટ મેળવવા માટે વૃદ્ધ મહિલાઓ માટે લઘુત્તમ વય મર્યાદા 58 વર્ષ અને પુરુષો માટે 60 વર્ષ હતી, પરંતુ કોરોના સમયગાળા પછી તેમને આપવામાં આવતી તમામ પ્રકારની છૂટ નાબૂદ કરવામાં આવી છે.

અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી 
તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રેલ્વેમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહતો ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. રેલવે તરફથી પેન્શન અને પગારનું બિલ ઘણું ઊંચું થઈ ગયું છે. આ સાથે ભારતીય રેલ્વેએ પેસેન્જર સંબંધિત સેવાઓ માટે 59000 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news