હવે ગૃહિણીઓને નહીં કરવું પડે ઘરકામ! કેરળના એક યુવકે બનાવ્યો ઘરકામ કરતો રોબોટ

કેરળના કન્નૂરમાં ચટ્ટૂથ શિયાદ નામના યુવકે ઘરમાં એક રોબોટ છે, જેનું નામ પથૂટી છે. કોરોના દરમિયાન શિયાદે તેની માતાને તેના ઘરના કામમાં મદદ કરવા અને તેની સંભાળ રાખવા માટે એક રોબોટ બનાવવાનું નક્કી કર્યું. 

હવે ગૃહિણીઓને નહીં કરવું પડે ઘરકામ! કેરળના એક યુવકે બનાવ્યો ઘરકામ કરતો રોબોટ

નવી દિલ્લીઃ દુનિયામાં અનેક પ્રકારના રોબોટ બનાવવામાં આવ્યા છે. જે અલગ અલગ કામો માટે ઉપયોગમાં લેવાય છે. કેટલાક રોબોટ રેસ્ટોરન્ટમાં કામ આવે તે માટે બનાવાયા છે. જ્યારે કેટલાક રોબોટને સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ વચ્ચે કેરળના એક યુવકે અનોખો રોબોટ બનાવ્યો જે ઘરકામમાં ખાસ કરીને કિચનના કામોમાં મદદરૂપ થાય છે. આ રોબોટને એક મહિલાનો લુક આપવામાં આવ્યો છે. 

કન્નૂરના ચટ્ટોથ શિયાદ નામના એક યુવકે પથૂટી નામનો એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટના ચેહરાને એક મહિલાનો રૂપ આપવામાં આવ્યો છે. એક વિજ્ઞાન સ્પર્ધા દરમિયાન આ યુવકે આ શાનદાર રોબોટ બનાવ્યો. કોરોના દરમિયાન શિયાદની માતાને ઘર કામમાં મદદરૂપ થાય તે માટે એક રોબોટ બનાવવા નિર્ણય કર્યો. શિયાદે જણાવ્યું કે ભલે તે અથવા તેના પિતા ઘરે હોય કે ન હોય, પરંતુ પથૂટી તેમની માતાને ઘરના કામોમાં મદદરૂપ થાય છે. 

પથૂટી એક એવો રોબોટ છે જે ખાસ કરીને કિચનના કામોમાં મદદરૂપ થાય છે. આ રોબોટ આપેલા કામોને એકદમ સારી રીતે કરી શકે છે. આ રોબોટ ઓટોમેટિક અને મેન્યુઅલી બંને રીતે ચાલી શકે તેમ છે. ઓટોમેટિક મોડમાં આ રોબોટ પોતાની રીતે રસ્તાઓની ઓળખ કરી લે છે. જો તમે રોબોટને અન્ય સ્થળો પર લઈ જવા માગો તો તમારે મેન્યુલ મોડ ઓન કરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news