Tata Punch ના છક્કા છોડાવવા આવી રહી છે Maruti ની નવી SUV, ભાવ જાણીને બુક કરવા દોડશો
Tata Punch Rival- Maruti Fronx: Maruti Suzuki ટૂંક સમયમાં કોમ્પેક્ટ ક્રોસઓવર- Fronx લોન્ચ કરશે, જે નેક્સા ડીલરશિપ દ્વારા વેચવામાં આવશે. જેની કિંમત એપ્રિલમાં જાહેર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે તેના એન્ટ્રી-લેવલ વેરિઅન્ટની કિંમત લગભગ 8 લાખ રૂપિયા હશે.
Trending Photos
Maruti Fronx Price & Features: મારુતિ સુઝુકી ટૂંક સમયમાં કોમ્પેક્ટ ક્રોસઓવર - Fronx લોન્ચ કરશે, જેના ટોપ વેરિઅન્ટની કિંમત લગભગ 11 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. તે ચોક્કસપણે ટાટા પંચ કરતાં મોંઘી હશે પરંતુ તે બજારમાં અન્ય SUV તેમજ પંચ સાથે સ્પર્ધા કરશે. મારુતિ તેને તેના પોર્ટફોલિયોમાં બલેનો અને બ્રેઝાની વચ્ચે મૂકશે. કંપનીને તેના માટે 15500થી વધુ બુકિંગ મળ્યા છે.
બે એન્જિનનો વિકલ્પ
Maruti Fronxમાં બે એન્જિન વિકલ્પો મળશે, જેમાં 1.0 લિટર, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ બૂસ્ટરજેટ અને 1.2 લિટર, 4-સિલિન્ડર NA પેટ્રોલ એન્જિન હશે. તેમની સાથે ત્રણ ગિયરબોક્સ ઓપ્શન આપવામાં આવશે. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ હશે જ્યારે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક યુનિટ ટર્બો પેટ્રોલ એન્જિન માટે આરક્ષિત હશે. જ્યારે, 5-સ્પીડ AMT વિકલ્પ ફક્ત NA પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ હશે.
ટ્રીમ્સ અને ફીચર્સ
Maruti Fronx લાઇનઅપ પાંચ ટ્રિમ્સમાં ઉપલબ્ધ હશે - સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા+, ઝેટા અને આલ્ફા. તેની રેન્જ-ટોપિંગ ટ્રીમ આલ્ફા છે, જેમાં 360 ડિગ્રી કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે (HUD), ક્રૂઝ કંટ્રોલ, લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ મળશે. તેમાં ડ્યુઅલ-ટોન કલર સ્કીમના વિકલ્પ સાથે 16-ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે.
બીજી સુવિધાઓ
કારમાં ડ્યુઅલ એરબેગ્સ, હિલ હોલ્ડ આસિસ્ટ, રીઅર ડિફોગર, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ટિલ્ટ એડજસ્ટમેન્ટ સ્ટીયરિંગ, પાવર્ડ વિન્ડોઝ અને 60:40 રીઅર સીટ સ્પ્લિટ જેવી સુવિધાઓ છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી એન્ડ ગો, ફેબ્રિક સીટ અપહોલ્સ્ટરી અને ડ્યુઅલ ટોન ઈન્ટિરિયર જેવી સુવિધાઓ પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે