Tata એ કર્યો ધમાકો! એકસાથે ત્રણ SUV લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

તેમાં વેંટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એર પ્યૂરીફાયર, ઓટો ડિમિંગ IRVM, લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ અને ગિયર નોબ, ટિલ્ટ ફંક્શન સાથે ઇલેક્ટ્રિક સનરૂફ, ઓટો હેડલેમ્પ્સ હરમનની 7-ઇંચ ફ્લોટિંગ ડેશ ટોપ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ અને iRA કનેક્ટેડ કાર ટેક જેવા ફીચર્સ છે. 

Tata એ કર્યો ધમાકો! એકસાથે ત્રણ  SUV લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Tata Nexon, Harrier and Safari Jet Edition: ફેસ્ટિવલ સીઝનના અવસર પર કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી પ્રોડક્ટ અને ઓફર્સની લોન્ચિંગ કરે છે. ટાટા મોટર્સે પણ આ યોજના અંતગર્ત ગ્રાહકો માટે પોતાની એસયૂવી કારોની નવી એડિશન લોન્ચ કરી દીધી છે. ટાટા મોટર્સે Harrier, Safari, અને Nexon જેટ એડિશન લોન્ચ કરી છે. જેટ એડિશન જ નહી હવે આ ત્રણેય કારોના ટોપ વેરિએન્ટ રહેવાના છે. નવા વેરિએન્ટમાં કારના લુકમાં તો બદલાવ કરવામાં આવ્યો છે. સાથે જ તેની સાથે વધુ ફીચર લોડેડ પણ બનાવવામાં આવી છે. તેમાં બ્રોન્જ બોડી કલર અને પ્લેટિનમ સિલ્વર રૂફ આપવામાં આવી છે. ઇન્ટીરિયરમાં પણ ડુઅલ ટોન કલર્સ છે. આ ઉપરાંત ત્રણેય કારોના જેટ એડિશનમાં વધુમાં વધુ સેફ્ટી ફીચર્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવો જાણીએ ડિટેલ્સ...

શું છે કિંમત
ટાટા નેક્સોનના જેટ એડિશનની કિંમત 12.78 લાખ રૂપિયાથી શરૂ થઇને 13.43 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. આ પેટ્રોલ અને ડીઝલ, બંને એન્જીન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ટાટા હેરિયરનું જેટ એડિશન ફક્ત બે વેરિએન્ટ - XZ+ અને  XZA+ માં છે. તેમની કિંમત ક્રમશ: 20.90 લાખ અને 22.20 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. આ પ્રકારે ટાટા સફારીના જેટ એડિશનની કિંમત 21.45 લાખ રૂપિયાથી શરૂ થઇને 22.65 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. 

ટ્રાંસફોર્મેશન બાદ વાયરલ થઇ કપિલ શર્માની તસવીર, કહ્યું- તેનાથી મર્દાનગી ખતમ...

Tata Nexon Jet Edition ના ફીચર્સ
ટાટા નેક્સોનના જેટ એડિશનના સ્ટાડર્ડ XZ વેરિએન્ટ પર જ બેસ્ડ રાખવામાં આવી છે. તેમાં વેંટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એર પ્યૂરીફાયર, ઓટો ડિમિંગ IRVM, લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ અને ગિયર નોબ, ટિલ્ટ ફંક્શન સાથે ઇલેક્ટ્રિક સનરૂફ, ઓટો હેડલેમ્પ્સ હરમનની 7-ઇંચ ફ્લોટિંગ ડેશ ટોપ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ અને iRA કનેક્ટેડ કાર ટેક જેવા ફીચર્સ છે. 

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ભૂલીથી પણ ન કરે આ કસરત, ગુમાવી શકે છે જીવ

તેમાં બે એન્જીન ઓપ્શન-એક 1.2 લીટર ટર્બો પેટ્રોલ (120 પીએસ અને 170 એનએમ) અને એક 1.5 લીટર ટર્બો ડીઝલ મોટર (110 પીએસ અને 260 એનએમ) સામેલ છે. બંને એન્જીન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન ઓપ્શન મળે છે. નેક્સોનમાં ત્રણ ડ્રાઇવ મોડ- ઇકો, સિટી અને સ્પોર્ટ છે. 

Tata Harrier અને Safari Jet edition ના ફીચર્સ
કેબિન એક્સપીરિયન્સને સારો બ અનાવવા માટે બંને ગાડીઓના જેટ એડિશનમાં વાયરલેસ ચાર્જિંગ, નવી લેધર સીટો, ઓટો ડિમિંગ ORVMs, પેનિક બ્રેકિંગ એલર્ટ, બ્લેક કલર ડાયમંડ કટ એલોય, ડ્રાઇવર અને કો-ડ્રાઇવ માટે વેંટિલેટેડ સીટો આપવામાં આવી છે. તેમાં એર પ્યોરિફાયર, વાયરલેસ એંડ્રોઇડ ઓટો તથા એપ્પલ કારપ્લે, iRA કાર ટેક પેનોરમિક સનરૂફ અને 8.8 ઇંચ ડિસ્પ્લે જેવા ફીચર્સ છે. બંને ગાડીઓના એન્જીનમાં કોઇ પરિવર્તન નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news