ટ્વિન ટાવરને તોડી પાડવા તમામ તૈયારીઓ પૂર્ણ, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સરકારે ઉઠાવ્યા આ પગલા

કોઈપણ પ્રકારના ઇમરજન્સી હાલાત પેદા થવા પર, હળવી અથવા ગંભીર ઈજા અથવા ઉડતી ધૂળથી કોઈપણ શારીરિક સમસ્યા થશે તો હોસ્પિટલ આવનારા કોઈપણ ઇજાગ્રસ્ત અથવા બીમાર શખ્સને યોગ્ય સારવાર આપવામાં આવશે

ટ્વિન ટાવરને તોડી પાડવા તમામ તૈયારીઓ પૂર્ણ, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સરકારે ઉઠાવ્યા આ પગલા

Twin Towers Demolition News: નોઈડા સેક્ટર 93 ના ટ્વિન ટાવરના ડિમોલેશન વચ્ચે રહેવાસીઓના સ્વાસ્થ્યને લઇને એક મોટો પડકાર છે. રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટીએ પ્રદેશ સરકારે મોટા પગલા ઉઠાવ્યા છે. ટાવર તોડી પાડતા પહેલા 3 હોસ્પિટલોને 'સેફ હોસ્પિટલ' જાહેર કરી છે. એટલે કે ટાવર તોડી પાડતા સમયે કોઈપણ પ્રકારના ઇમરજન્સી હાલાત પેદા થવા પર, હળવી અથવા ગંભીર ઈજા અથવા ઉડતી ધૂળથી કોઈપણ શારીરિક સમસ્યા થશે તો હોસ્પિટલ આવનારા કોઈપણ ઇજાગ્રસ્ત અથવા બીમાર શખ્સને યોગ્ય સારવાર આપવામાં આવશે. ત્યારે નોઈડા ઓથોરિટીમાં આજે ટ્વિન ટાવરના સુરક્ષિત તોડી પાડવાને લઇને બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક જરૂરી સૂચનો જાહેર કર્યા છે.

  • સુપરટેક એટીએસ ગામ અને એમરલ્ડ કોર્ટ સોસાયટીના સ્ટ્રક્ચરલ રિપોર્ટ સબમિટ કર્યા છે. જેમાં જે નબળા પાયા હતા તેમને મજબૂત કરવાનું કામ પૂરુ કરવામાં આવ્યું છે. સીબીઆઇઆર તરફથી પણ આ બાબતે જરૂરી સંમતિ આપવામાં આવી છે.
  • ડિમોલેશન સમયે ધૂળને જોતા ઉડ્ડયન મંત્રાલયે ટ્વિન ટાવરની આસપાસ 1 નોટિકલ માઈલ એટલે કે લગભગ 1850 મીટર સુધી કોઈપણ વિમાન ના ઉડાવવાની સંમતિ આપી છે.
  • યુપીપીસીબી તરફથી જણાવવામાં આવ્યું છે કે ડિમોલેશન બાદ હવાની ગુણવત્તા માપવા માટે 6 જગ્યાઓ પર મેન્યુઅલ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન લગવામાં આવ્યા છે. આ ઉપરાં નોઈડા ઓથોરિટી તરફથી 3 લાઈવ એર મોનિટરિંગ સ્ટેશન પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- Latest News Live Update: સલમાન ખાનની મોટી જાહેરાત, હવે બનશે 'કિસી કા ભાઈ... કિસી કી જાન'

  • આસપાસની સોસાયટીની લગભગ 15 જગ્યાઓ પર એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી  રહી છે. જરૂરિયાત પડવા પર અન્ય જગ્યાઓ પર પણ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવશે.
  • ડિમોલેશન બાદ લગભગ 28000 ટન કાટમાળ સેક્ટર 80 ના સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં નિકાલ માટે લઈ જવામાં આવશે.
  • નોઈડા ઓથોરિટી તરફથી પ્રભાવિત ક્ષેત્રમાં 4 મેકેનિકલ સ્વીપિંગ મશીનો અને 100 સફાઈ કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવી છે.
  • ઓથોરિટી તરફથી રસ્તા, ફૂટપાથ, વૃક્ષો પર જામેલી ધૂળને હટાવવા માટે 50 વોટર ટેન્કર લગાવવામાં આવ્યા છે. સાથે ઉદ્યોન વિભાગ તરફથી 3 પાર્કમાં જામેલી ધૂળને હટાવવા માટે અલગથી 3 વોટર ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ઓથોરિટીમાં એક 28 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવી રહ્યો છે. ડિમોલેશન બાદ કોઈ સમસ્યા પેદા થવા પર કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવામાં આવશે. 30 ઓગસ્ટ સુધી 24 કલાક સંચાલિત રહેશે કંટ્રોલ રૂમ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news